Western Times News

Gujarati News

આત્મસમર્પણ કરવા પર કેરળ સરકાર માઓવાદીઓને ઘર આપશે

Files Photo

(એજન્સી)નવી દિલ્હી, કેરળમાં માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવા સરકારે મોટી જાહેરાત કરી છે.

પિનરાઈ વિજયન સરકાર વતી કહેવામાં આવ્યું છે કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને પુનર્વસન પેકેજના ભાગરૂપે પેકેજના ભાગ રૂપે ઘર આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકારે તાજેતરમાં જ મુખ્ય પ્રવાહમાં પાછા ફરેલા એક માઓવાદી લિજેશ ઉર્ફે રામુ માટે ઘર બનાવવાનું નક્કી કર્યું છે.

સરકારે એર્નાકુલમ જિલ્લાના ક્લેક્ટર અને પોલીસ વડાને રામુના ઘર માટે યોગ્ય જમીન શોધવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે રામુએ થોડા સમય પહેલા જ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ સિવાય સરકારે કલેક્ટર, પોલીસ વડા અને પંચાયતના ડેપ્યુટી ડાયરેક્ટરની બનેલી એક સમિતિની પણ રચના કરી છે. આ સમિતિ મકાન નિર્માણની ગતિની તપાસ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.