Western Times News

Gujarati News

ચૌધરી સમાજની કૃષિ અને પશુપાલન પ્રત્યેની નિષ્ઠા અને સન્માનની ભાવનાને બિરદાવતા રાજ્યપાલ

લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ

(માહિતી બ્યુરો,પાલનપુર) વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતમાં મા અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ યજ્ઞશાળામાં આહુતિ અર્પણ કરી મા અર્બુદાના આશીર્વાદ મેળવ્યા હતા. રાજ્યપાલશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં ચૌધરી સમાજની કદ-કાઠી જાેઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાત ભ્રમણમાં આવા ઊંચા પહોળા લોકો જાેયા નથી. ચૌધરી સમાજના મૂળિયાં રાજસ્થાન અને હરિયાણા પ્રદેશમાં છે. તેઓના પૂર્વજાે ત્યાંથી સ્થળાંતર કરી મા અર્બુદાના આશીર્વાદથી ગુજરાતમાં વસ્યા છે એ હકીકત જાણી તેમણે પોતાપણું અનુભવ્યું હોવાનું જણાવી આપણે એક જ પરિવારના છીએ એમ કહ્યું હતું.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ચૌધરી સમાજના પરંપરાગત વ્યવસાય કૃષિ અને પશુપાલનની પ્રસંશા કરી આધુનિક ટેક્નોલોજીનો સમન્વય સાધી કૃષિને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. ખેતી અને પશુપાલન દુનિયાનું શ્રેષ્ઠ કાર્ય છે, વેદોમાં પણ કહ્યું છે કે, ખેતી કરો.. એમ જણાવી રાજ્યપાલશ્રીએ બનાસ ડેરી અને ખેતી, પશુપાલન ક્ષેત્રે ચૌધરી સમાજે આપેલા યોગદાનની પ્રસંશા કરી સમાજને અભિનંદન આપ્યા હતા.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, નિમ્ન નોકરીનું ઉદાહરણ આપતાં ખેતીને પવિત્ર કામ ગણાવ્યું હતું. આપણે સૌ ધરતી માતાના સંતાનો છીએ, ધરતી મા આપણું પાલનપોષણ કરે છે. ખેતી અને પશુપાલન મહેનતનાં કામ છે અને પરસેવો પાડીએ ત્યારે માં અર્બુદા – પરમાત્માના દર્શન થાય છે. એટલે જ ભારતમાં ખેતીને સર્વશ્રેષ્ઠ કામ ગણાવ્યું છે. એમ જણાવી ચૌધરી સમાજની ખેતી પ્રત્યેની નિષ્ઠા અને સન્માન ભાવનાને બિરદાવી હતી.

પ્રાકૃતિક ખેતી તેમજ ગાય આધારિત ખેતીના ફાયદા ગણાવી રાજયપાલશ્રીએ તેઓ પહેલાં ખેડૂત છે પછી રાજયપાલ છે એમ જણાવી ચૌધરી સમાજના આગેવાનો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવવા કિસાન સંમેલન યોજવા આહવાન કર્યું હતું. જેમાં તેઓ સ્વયંમ ઉપસ્થિત રહી કિસાનોને ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપશે, અને કઈ રીતે ગાયની નસ્લમાં સુધારો કરી વધુ ઉત્પાદન મેળવી શકાય એ નવીન પદ્ધતિઓ પણ જણાવશે એમ જણાવ્યું હતું. વધુમાં રાજ્યપાલશ્રીએ સહકારી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને કન્યા કેળવણી ક્ષેત્રે ચૌધરી સમાજે કરેલી પ્રગતિની પ્રસંશા કરી કોઈપણ સમાજની પ્રગતિનો આધાર શિક્ષા છે એમ જણાવી અન્ય સમાજાેને શિક્ષણ અપનાવવા અનુરોધ કર્યો હતો.

ચૌધરી સમાજના યુવાઓને વ્યસનમુક્ત બનવા અપીલ કરી ખેતીની પરંપરા જાળવી રાખી શિક્ષણ થકી વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો.
મા અર્બુદા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના આમંત્રણ બદલ સમગ્ર સમાજનો આભાર માની મા અર્બુદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હોવાનું જણાવી રજત જયંતિ મહોત્સવના આયોજન, વ્યવસ્થાઓ જાેઈ હર્ષની લાગણી અનુભવી હતી અને સમાજને આ સુંદર આયોજન અને તેની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.