Western Times News

Gujarati News

મતદારોને રીઝવવા માટે ઉમેદવારે આપી ડિજિટલ ઘડિયાળની ભેટ

પ્રતિકાત્મક

બેંગલુરૂ,કર્ણાટકમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તમામ નેતાઓ મેદાનમાં આવી રહ્યા છે. તમામ નેતાઓ મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. જેમાં કર્ણાટકમાં ડિનર સેટ, પ્રેશર કુકર, ડિજિટલ ઘડિયાળો જેવી વસ્તુ ભેટમાં આપવામાં આવી રહી છે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ હાલ જાેરશોરથી ચાલી રહી છે. કેટલાક રાજકારણીઓ તેમના મતદારો માટે તીર્થયાત્રાઓ પર લઇ જવાની જાહેરાત પણ કરી હતી.

જેમાં મતદારોને ત્યાંના આસપાસના સૌથી વધુ પસંદગીના સ્થળો જેમકે, આંધ્ર પ્રદેશમાં તિરુપતિ, કર્ણાટકમાં ધર્મસ્થલા ખાતે મંજુનાથ સ્વામી મંદિર અને મહારાષ્ટ્રમાં શિરડી લઇ જવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.