Western Times News

Gujarati News

પ્રસિદ્ધ દિપેશ્વરી મંદિરમાં પૂનમના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઉંટરડા ગામે સુપ્રસિદ્ધ દિપેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં દૂરથી લોકો પૂનમ ભરવા માટે આવતા હોય છે આજે પૂનમના દિવસે સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હતું જ્યારે ભક્તો માની માનતા પૂરી કરવા દેશી ઢોલ ના તાલે માથે માડવડી લઈ ગરબે ઘૂમતા હતા હતા જ્યારે આ દિપેશ્વરી ધામમાં ભક્તો દૂર દૂરથી ચાલીને આવતા હોય છે અને દૂર દૂરથી આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો મંદિરના પટાંગણમાં લાઈન બંધ સાથે ભક્તો માં દિપેશ્વરી ના દર્શન કરતા હતા અને જય દિપેશ્વરી જય કાર બોલાવતા હતા આ દિપેશ્વરી ધામમાં હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી જ્યારે સંચાલકો દ્વારા કોઈપણ વ્યક્તિ પ્રસાદ ગ્રહણ કર્યા વગર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું એવું કહેવાય છે કે અહીંયા માણસ રોતો રોતો આવતો હોય છે અને હર્ષ ઉલ્લાસ સાથે માના ધામમાંથી પોતાની ઈચ્છા પૂરી કરી મારા દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.