Western Times News

Gujarati News

ઉમલ્લા મલ્લા પોલીસ મથકનો TRB જવાન ૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

(પ્રતિનિધિ) ભરૂચ, એક બાદ એક લાંચિયા અધિકારીઓ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને લાંચ લેતા હોવાનું સામે આવતા એસીબીની ટીમ સતત કામગીરીએ લાગેલી જાેવા મળી રહી છે.તેમજ તમામ લાંચિયા અધિકારીઓ પર નજર રાખી રહી છે.ત્યારે આ કામગીરી દરમ્યાન વધુ એક લાંચિયો અધિકારી પોતાની સત્તાનો દુરૂપયોગ કરી સામાન્ય નાગરિક પાસે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકનોTRB જવાન રિક્ષાવાળા પાસેથી રૂપિયા ૫૦૦ ની લાંચ લેતા ચાની લારી પરથી રંગેહાથ ACB છટકામાં ઝડપાઈ ગયો છે. ઝઘડિયાના ઉમદરા ગામે દેહોત ફળિયામાં રહેતો જયદિપસિંહ સરદારસિંહ રણા ઉમલ્લા પોલીસ મથકમાં ટ્રાફિક બ્રિગેડ TRB જવાન તરીકે ફરજ બજાવે છે.ઉમલ્લામાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા આ જવાને રીક્ષા ચાલક પાસે હપ્તાની માંગણી કરી હતી.

રીક્ષા ચાલક ફરીયાદી પોતાની મહિન્દ્રા આલ્ફા ડીલક્ષ રીક્ષા ઉમલ્લાથી પાણેથા રૂટ ઉપર પેસેન્જર વાહન તરીકે ફેરવે છે.ફરીયાદીને ઉમલ્લા રૂટમાં વાહન ચલાવવા દેવા તેમજ હેરાન ન કરવા માટે માસિક હપ્તા પેટે રૂપિયા ૫૦૦ ની લાંચની માંગણી કરતા ફરીયાદીએ ભરૂચ ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.જે બાદ એસીબીની ટીમ દ્વારા ફરિયાદી સાથે મળી TRB જવાનને રંગે હાથ પકડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.