Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો. માટે SVP હોસ્પિટલ ધોળા હાથી સમાન

વી.એસ. એલ.જી, શારદાબહેન કરતા માત્ર ૧૦ ટકા દર્દીઓએ જ એસવીપીમાં સારવાર લીધી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય સરકારની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલના કારણે મ્યુનિ. શાસકોની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે આર્શિવાદરૂપ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને લગભગ નામશેષ કરવામાં આવી છે

તેમ છતાં એસવીપી હોસ્પિટલ ચાલતી નથી તે બાબત વખતોવખત સાબિત થઈ ચુકી છે. ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે મ્યુનિ. કોર્પો. સંચાલિત અન્ય હોસ્પિટલો કરતા એસવીપી હોસ્પિટલમાં ઓપીડી અને ઈન્ડોર પેશન્ટોની સંખ્યા માત્ર ર૦થી રપ ટકા જેટલી જ રહે છે જેની સામે તેના ખર્ચા ‘સફેદ હાથી’ જેવા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ર૦૧૯મા ખુલ્લી મુકવામાં આવેલ એસવીપી હોસ્પિટલમાં પેશન્ટોની સંખ્યા તદ્દન ઓછી રહે છે.

જેના કારણે મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ પુરો અભ્યાસ મળતો નથી. પ્રાપ્ત માહિતી મુજબ ૧ એપ્રિલ ર૦રરથી ડીસેમ્બર ર૦રર સુધી એસવીપી હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ્‌સની સંખ્યા માત્ર ૧૧પ૬૪ રહી છે

જેને માસિક ધોરણે ગણવામાં આવે તો દર મહિને એસવીપી હોસ્પિટલમાં ૧ર૮૪ અને દૈનિક ધોરણે ગણવામાં આવે તો સરેરાશ ૪પ દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થયા હતા જયારે તેની ક્ષમતા ૧ર૦૦ બેડની છે. એસવીપીને તૈયાર કરવા માટે રૂા.૭૦૦ કરોડ કરતા પણ વધુ ખર્ચ થયો છે

તથા એસવીપી હોસ્પિટલમાં પેશન્ટોની સંખ્યા ઓછી રહેવાના કારણે તેમાં ખૂબજ મોટાપાયે નુકસાન થઈ રહયું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે દર મહિને રૂા.૧૭ કરોડ અલગથી ગ્રાન્ટ આપવામાં આવે છે. આમ મ્યુનિ. કોર્પો.ના માથે દર વરસે વધુ રૂા.ર૦૪ કરોડનો બોજ આવે છે

તેમ છતાં એસવીપી કે મેટ માં મ્યુનિ. શાસકોની સત્તા શૂન્ય બરાબર છે. એસવીપી કરતા લગભગ ર૦ ટકા ખર્ચમાં ચાલતી શારદાબેન, વીએસ કે એલ.જી. હોસ્પિટલમાં પેશન્ટોની સારવાર વધુ વ્યવસ્થિત થાય છે તેમજ સંખ્યા પણ વધારે રહે છે. એપ્રિલ ર૦રરથી ડીસેમ્બર ર૦રર સુધી વીએસ હોસ્પિટલમાં ર૧૭૦૪પ દર્દીઓની ઓપીડી હતી.

જયારે ઈન્ડોર પેશન્ટની સંખ્યા ૭૬ર૪ હતી. અત્રે નોંધનીય છે કે મ્યુનિ. શાસકોએ વીએસ હોસ્પિટલની ક્ષમતા ૧૧ર૦ બેડથી ઘટાડી માત્ર ૧ર૦ બેડ કરી હતી જાેકે ચેરીટી કમિશ્નરના હુકમ બાદ વીએસ હોસ્પિટલમાં પ૦૦ બેડની ક્ષમતા કરવામાં આવી છે.

આમ એસવીપી કરતા પ૦ ટકા ક્ષમતા હોવા છતાં પણ વીએસ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો રહે છે. તેવી જ રીતે એલ.જી. હોસ્પિટલમાં ઉપરોક્ત સમયગાળા દરમિયાન ૭૭૧૯૧૧ દર્દીઓને ઓપીડી સારવાર આપવામાં આવી હતી જયારે ૭૬પર૪ દર્દીઓને ઈન્ડોર સારવાર આપી છે.

આમ એલ.જી. હોસ્પિટલમાં માસિક સરેરાશ ૮૦પ૦પ દર્દીઓને ઈન્ડોર ટ્રીટમેન્ટ મળી રહી છે જયારે શારદાબહેન હોસ્પિટલમાં ૪૪રપ૬પ દર્દીઓને ઓપીડી અને ૯પ૭૩૪ દર્દીઓને ઈન્ડોર સારવાર આપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન શારદાબેન હોસ્પિટલમાં ૧૧ લાખ અને એલ.જી. હોસ્પિટલમાં ૩પ લાખ લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા હતા . જેની સામે એસવીપીમાં માત્ર ૪ લાખ ૭૦ હજાર દર્દીઓના લેબોરેટરી પરીક્ષણ થયા હતાં.

એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે મનપા તરફથી દર વર્ષે ર૦૪ કરોડ રૂપિયા ગ્રાંટ પેટે આપવામાં આવે છે જેની સામે શારદાબહેન હોસ્પિટલમાં ર૦રર-ર૩માં માત્ર રૂા.પ૯.૭૪ કરોડનો રેવન્યુ ખર્ચ થવાનો અંદાજ છે જયારે ર૦ર૩-ર૪માં રૂા.૬૭.૪૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

તેવી જ રીતે એલ.જી. હોસ્પિટલમાં પણ વર્તમાન નાણાંકીય વર્ષમાં રૂા.૯૪.૩૮ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જયારે ર૦ર૩-ર૪માં રૂા.૧૦૪.૩૬ કરોડની ફાળવણી કરી છે. નવા બિલ્ડિંગ માટે એલ.જી. હોસ્પિટલને રૂા.૧૬ કરોડ જયારે શારદાબહેન હોસ્પિટલને રૂા.૧પ કરોડ આપવામાં આવશે જે અલગ બાબત છે.

તેવી જ રીતે શાસકો દ્વારા નામશેષ કરવામાં આવેલી નામશેષ કરવામાં આવેલી વી.એસ. હોસ્પિટલને ર૦રર-ર૩માં રૂા.૧૩૦ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. વી.એસ. હોસ્પિટલમાં રેવન્યુ ખર્ચ વધારે થવા માટેનું મુખ્ય કારણ મેડીકલ કોલેજની જે આવક હતી તે આવક હવે મેટ માં જમા થઈ રહી છે તદ્‌ઉપરાંત બેડની સંખ્યા પ૦ ટકા થવાના કારણે પણ વી.એસ.હોસ્પિટલની આવકમાં ઘટાડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.