Western Times News

Gujarati News

1400 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ 90 ટકા પૂર્ણ

(એજન્સી)રાજકોટ,રાજકોટમાં આંતરરાષ્ટ્રી ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ ૯૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયુ છે. રાજકોટમાં ૧૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર થઈ રહ્યુ છે. આગામી એપ્રિલમાં એરપોર્ટનું લોકાર્પણ થઈ જવાની શક્યતા સેવાઈ રહી છે.

આ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી શકે છે. આ માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવશે.

રાજકોટમાં નિર્માણ થઈ રહેલા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ ૯૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયુ છે. આ કામગીરીમાં રનવે, પાર્કિગ, બોક્સ લવર્ડ, ટેક્સી ટ્રેક અને કોમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

આ ઉપરાંત બાઉન્ડ્રી વોલની કામગીરી તેમજ જમીનને સમતળ કરવાની કામગીરી પણ કાર્યરત છે. એરપોર્ટના રનવેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકારના ક્લિયરન્સ બાદ તંત્ર દ્વારા આ એરપોર્ટના લોકાર્પણની તારીખ નક્કી કરી જાહેર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.