Western Times News

Gujarati News

ગાડી વિજળીના થાંભલા સાથે અથડાતા પાંચ યુવાન ઈજાગ્રસ્ત

(એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે કાર વિજપોલ સાથે ટકરાઇને ખેતરમાં ખાબકતા પાંચ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પાંચ મિત્રોને અકસ્માત નડ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતાનુસાર લીંબડી તાલુકાના સોનઠા ગામે લગ્નપ્રસંગમાંથી પાંચ મિત્રો કારમાં પરત ફરી રહ્યા હતા.

આ સમયે રસ્તામાં અચાનક કુતરુ આડુ ઉતરતા ચાલકે તેને બચાવવા જતા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. એથી કાર રોડ પરના થાંભલા સાથે અથડાઈને સાઈડના ખેતરમાં ખાબકી હતી. એથી કારમાં સવાર પાંચેય મિત્રોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મયુરભાઈ સુરેશભાઈ (રહે.સુરેન્દ્રનગર),

હરપાલસિંહ ગોવિંદસિંહ ( રહે. દરોદ), વિશ્વરાજસિંહ પરમાર ( રહે.સુરેન્દ્રનગર), કુલદીપસિંહ જાેરુભા (રહે. શેખપર) તેમજ પ્રદ્યુમનસિંહ ચાવડા (રહે. સાયલા)ને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.