Western Times News

Gujarati News

વી.એસ.માં પ૦૦ બેડના બદલે માત્ર ર૬૪ જુના ગાદલા

હેરીટેજ મિલ્કતોની જાળવણીમાં મનપા નિષ્ફળઃ રફીક શેખ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને ર૦૧૭ની સાલમાં હેરીટેજ સીટીનો દરજ્જાે મળ્યો છે પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હેરીટેજ મિલ્કતોની જાળવણી કરવામાં આવતી નથી તેમજ મ્યુનિ. શાસક પક્ષ દ્વારા દર વરસે મંજુર કરવામાં આવતા બજેટ પૈકી માત્ર ૭૦ ટકા કામો જ થાય છે

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલ અને સ્કુલબોર્ડની કામગીરીમાં અનેક ઉણપો છે વી.એસ. હોસ્પિટલમાં પ૦૦ બેડ હોવાના જે દાવા છે તે પણ તદ્દન ખોટા છે તેવા આક્ષેપ “મીમ પાર્ટી” તરફથી કરવામાં આવ્યા છે.

જમાલપુર વોર્ડના કોર્પોરેટર રફીકભાઈ શેખ અને મુશ્તાક ખાદીવાલાના જણાવ્યા મુજબ શેઠ વી.એસ. હોસ્પિટલને પ૦૦ બેડથી ચલાવવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ હોસ્પિટલમાં માત્ર ર૬૪ પથારીઓ જ છે, વર્ષ ર૦૧૮માં વી.એસ.માં ચાર હજાર દર્દીઓ આવતા હતા જે હાલ ઘટીને ૭૦૦ થઈ ગયા છે. જયારે ઈન્ડોરની સંખ્યા માત્ર ર૬ થી ૩૦ રહે છે.

મ્યુનિ. શાસકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી બજેટમાં વી.એસ. હોસ્પિટલ નવિનીકરણ માટે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ હજી સુધી તે દિશામં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી તેમજ હવે કોર્ટ કાર્યવાહીના કારણોસર નવીનિકરણનું કામ થાય તેમ નથી તેવી વાતો કરવામાં આવે છે.

ર૦૦૬થી ર૦ર૦ સુધી મ્યુનિ. શાસકપક્ષ દ્વારા રૂા.૭૬ હજાર કરોડના બજેટ મંજુર કરવામાં આવ્યા છે પરંતુ તેની સામે રૂા.ર૧૭૦૮ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો જ નથી. ભાજપાએ છેલ્લા દોઢ દાયકા દરમ્યાન અનેક જાહેરાતો કરી છે પરંતુ તેનો અમલ કર્યો નથી

જેમાં માણેકચોક રીડેવલપમેન્ટ, પ્રેમાભાઈ હોલ ડેવલપમેન્ટ, જમાલપુરથી કાલુપુર એલીવેટેડ કોરીડોર મુખ્ય હતા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વધી રહી છે સાથે સાથે કૂતરા કરડવાના કેસમાં પણ અસામાન્ય વધારો થયો છે. ર૦૧૮થી ર૦રર સુધી પાંચ વર્ષમાં કુતરા કરડવાના કુલ ર,૪૭,૮૯૭ બનાવ બન્યા છે.

જયારે ર૦૧રથી ર૦રર સુધી કુલ ૩,ર૭,૩૬પ કુતરાના ખસીકરણ કરવામાં આવ્યા છે. સીટી બ્યુટીફીકેશન માટે દર વરસે વિવિધ તળાવોના ડેવલપમેન્ટ માટે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા કરવામાં આવેલા ખર્ચ અને જાહેરાત મુજબ તળાવ વિકાસ કામ થતા નથી, મોટાભાગના તળાવોમાં પાણી હોતા નથી.

જયારે ર૧ તળાવમાં તો ગટરના પાણી ઠલવાય છે. શહેરને હેરીટેજ સીટીનો દરજ્જાે મળ્યો છે પરંતુ તેની યોગ્ય માવજત થતી નથી, રહેણાંક હેરીટેજ મિલ્કતો તૂટીને તેના સ્થાને કોમર્શીયલ બાંધકામ થઈ ગયા છે, ર૦૧૭-૧૮માં હેરીટેજ બિલ્ડીંગ સેન્ટર બનાવવા રૂા.પ૦ લાખ ફાળવવામાં આવ્યા હતા.

પરંતુ આ સેન્ટર હજી સુધી બન્યુ નથી શહેરના મુખ્ય પ્રવેશદ્વારોને હેરીટેજ બનાવવા માટે પણ ત્રણ-ત્રણ વખત જાહેરાતો થઈ છે જેનો અમલ પણ થયો નથી મ્યુનિ. કોર્પોરેશને ર૦૧૪-૧પના બજેટમાં ર૦૦ કરતા વધુ મ્યુનિ. સ્કુલોમાં સોલાર પેનલ લગાવવા જાહેરાત કરી છે.

સાત વર્ષ બાદ એક માત્ર સ્કાઉટ ભવન સિવાય કોઈ સ્થળે તેનો અમલ થયો નથી. મ્યુનિ. સ્કુલબોર્ડ દ્વારા દર બે મહીને વીજળી બીલ પેટે રૂા.ર૦ થી ૩૦ લાખ ચુકવાય છે. જાે સમયસર સોલાર પેનલ લગાવવામાં આવી હોત તો સ્કુલ બોર્ડને કરોડો રૂપિયાનો ફાયદો થયો હોત તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.