Western Times News

Gujarati News

21 વર્ષથી મોટા બાળકો માટે હવે ઇમિગ્રેશન પર USA જવાનો માર્ગ ખુલશે

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે (USCIS) સત્તાવાર રીતે નીતિમાં ફેરફાર કર્યો છે, જેમાં કહ્યું છે કે નિર્ધારિત વય પસાર કરવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેવા લગભગ 20 લાખ લોકો છે. US moves to address issues of aged-out Indian children.

જે લોકો લાંબા સમયથી આ અંગે વિનંતી કરી રહ્યા છે. USCIS CSPA (Child Status Protection Act) ની ઉંમર નક્કી કરવા માટે ‘ફાઈલિંગ ચાર્ટ’ પરની તારીખોનો ઉપયોગ કરશે અને અગાઉ નામંજૂર કરાયેલી અરજીઓ ફરીથી ભરી શકાશે. આ નિર્ણયથી મોટા ભાગના ભારતીયોને ફાયદો થઇ શકે છે.

યુ.એસ. રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ હેઠળ ચોક્કસ પરિસ્થિતિઓમાં ઇમિગ્રન્ટની ઉંમરની ગણતરી કરવાના હેતુઓ માટે નીતિમાં અપડેટની જાહેરાત કરી છે.

આ પગલું ભલે નાનું હોય, પરંતુ વિઝા મેળવવા માટે વય મર્યાદા વટાવી ચૂકેલા લોકો તેમને પડતી સમસ્યાઓના નિવારણ માટેના એક મહત્વપૂર્ણ પગલા તરીકે સાબિત થઇ શકે છે. અમેરિકામાં આવા લોકોમાં મોટા ભાગની સંખ્યામાં ભારતીયો છે.

કુટુંબ-પ્રાયોજિત અથવા રોજગાર-આધારિત વિઝા માટે તેમના માતાપિતાની મંજૂર અરજીના આધારે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદેસર કાયમી નિવાસી દરજ્જો મેળવવા માટે અરજદારોની ઉંમર 21 વર્ષથી ઓછી હોવી જોઈએ.

જો ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન અરજદાર 21 વર્ષનો થાય, એટલે કે જો તે નિર્ધારિત ઉંમર કરતાં વધી જાય, તો સામાન્ય રીતે અરજીના આધારે માતાપિતા સાથે રહેવા માટે હકદાર ગણવામાં આવતો નથી.

The US administration has announced a policy manual change under the Child Status Protection Act (CSPA) to protect certain non-citizen children, including Indians, from losing eligibility to obtain lawful permanent resident status.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.