Western Times News

Gujarati News

Ranbir Kapoor સારા એક્ટર સાથે જાદૂગર માણસ છે: પીયુષ મિશ્રા

મુંબઈ, બોલિવુડમાં મલ્ટીટેલેન્ટેડ પિયૂષ મિશ્રા એક સિંગર છે, એક્ટર અને લેખક પણ છે. ગેંગ્સ ઓફ વાસેપુર, ગુલાલ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પીષુય મિશ્રાએ ૨૦૧૫માં ઈમ્તિયાઝ અલીની ફિલ્મન તમાશામાં કામ કર્યુ હતુ.

હાલમાં જ તેમણે તમાશા ફિલ્મના શૂટિંગ દરમિયાનની યાદોને વર્ણવી હતી. પીયુષ મિશ્રાએ ફિલ્મના ડાયરેક્ટર સાથે કામ કરવાનો અનુભવ તો વર્ણવ્યો હતો પરંતુ તેની સાથે અભિનેતા રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ પણ મીડિયાને જણાવ્યો હતો.

પિષુય મિશ્રાએ જણાવ્યુ હતુ કે, તેઓ રણબીર કપૂર સાથે કેવી રીતે સીન્સ કરતા હતા. એક પોર્ટલમાં ઈન્ટરવ્યૂ આપતા પિષુષ મિશ્રાએ રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ વર્ણવ્યો હતો.

પિષુય મિશ્રાએ જણાવ્યુ હતુ કે, ‘ પહેલી વાત તો એ કે, રણબીર એક સારો એક્ટર છે, જાદુગર માણસ છે. તે લોકો સાથે ખૂબ વાતચીત કરે છે તેની સાથે વાતચીત કરવામાં મજા આવે છે, કેટલી વખત તો તે બેશર્મ વાતો કરે છે તો ક્યારેક તે અભદ્ર વાતો પણ કરે છે.’

ઈમ્તિયાઝ તો મારો જૂનો મિત્ર છે. તમાશાનું ત્રણ દિવસનું શૂટ હતુ પણ મેં આ શૂટને એક જ દિવસમાં જ પૂર્ણ કરી દીધુ હતુ. પીયુષ મિશ્રાએ ઈન્ટરવ્યૂમાં આગળ કહ્યુ કે, તેમણે તમાશા ફિલ્મ ઈમ્તિહાઝ અલીની ફિલ્મ હોવાથી કરી હતી. ઈમ્તિયાઝ અલીએ મને મારા પાત્ર વિશે જણાવ્યુ હતુ કે, તમે રણબીર કપૂર પર ગુસ્સે ભરાવ છો અને આ બ્રીફ મને ગમી ગઈ હતી.ranbir-kapoor-is-a-magical-man-with-a-good-actor-piyush-mishra

રણબીર કપૂર હાલના દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ તૂં ઝૂઠી મેં મક્કારના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણબીર કપૂરના ઓપોઝિટ કેરેક્ટરમાં શ્રદ્ધા કપૂર છે. જ્યારે તમાશામાં રણબીર કપૂરના ઓપોઝિટ કેરેક્ટરમાં દીપિકા પાદુકોણ જાેવા મળી હતી. તમાશા એક ક્લાસિક રોમેન્ટિક મૂવી હતી. આ ફિલ્મ થિયેટરોમાં હિટ ગઈ હતી જ્યારે તેના ગીતોઓ પણ ધૂમ મચાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.