Western Times News

Gujarati News

નંબર પ્લેટ વગરનું વાહન લઈને નીકળનારને તરત મેમો ફટકારાશે

Files Photo

લૂંટના બનાવોને રોકવા માટે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવઃ નંબર પ્લેટ વગરનાં વાહનોથી લૂંટ અને સ્નેચિંગના બનાવો વધતાં નિર્ણય લેવાયો

Ahmedabad, શહેરમાં આંગડિયા લૂંટ, ચેઈન સ્નેચિંગ, મોબાઈલ અને પર્સ સ્નેચિંગની ઘટનાઓ દિવસેને દિવસે વધે છે. જેને રોકવા માટે પોલીસે એડીચોટીનું જાેર લગાવતાં ક્યાંકને ક્યાંક સફળતા પણ મળી રહી છે. પોલીસે તમામ ઘટનાઓનું એનાલિસિસ કર્યું તો તેમાં જાણવા મળ્યું કે લૂંટારુઓ નંબર પ્લેટ વગરના તેમજ ચોરીનાં વાહનનો ઉપયોગ કરે છે.

ગુનેગારોને રોકવા માટે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં નંબર પ્લેટ વગરનાં જે વાહનો રસ્તા પરથી પસાર થાય તેને ડિટેઈન કરવાનો નિર્ણય લીધો છે. શહેરની તમામ પોલીસ નંબર પ્લેટ વગરનાં વાહનોને ડીટેઈન કરીને મેમો આપી રહી છે.A memo will be issued who leaves with a vehicle without a number plate

શહેરમાં CCTV કેમેરાનું અભેદ કવચ હોવા છતાંય ધૂમ સ્ટાઈલથી ગઠિયાઓ આવે છે. લૂંટ, મોબાઈલ તેમજ ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે. સીસીટીવી સર્વેલન્સ અને ગુનાની મોડ્‌સ ઓપરેન્ડીના આધારે ક્રાઈમ બ્રાંચ તેમજ લોકલ પોલીસ ગુનાનો ભેદ ઉકેલી દેતાં હોય છે કે જેનો ભેદ ઉકેલી શકાતો નથી.

શહેરમાં લૂટારું બેફામ થયા છે જેને રોકવા માટે પોલીસ માઈક્રો લેવલનું પ્લાનિંગ કરી રહી છે. મોટાભાગની લૂંટ, ચેઈન સ્નેચિંગ તેમજ મોબાઈલ અને પર્સ સ્નેચિંગનો જ્યારે જ્યારે ભેદ ઉકેલાયો છે ત્યારે ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે લૂંટારુઓ નંબર પ્લેટ વગરનાં અને ચોરીનાં વાહનોનો ઉપયોગ કરે છે.

અમદાવાદમાં હજારો વાહનો એવાં છે જેમાં ચાલકો નંબર પ્લેટ લગાવતા નથી. જેમાંથી કેટલાંક વાહનો તો ચોરીનાં હોય છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાત્સવે લૂંટ તેમજ ચેઈન સ્નેચિંગ જેવી ઘટનાઓ કંટ્રોલમાં આવે તે માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે.

જેમાં ક્યાંય પણ નંબર પ્લેટ વગરનાં વાહન દેખાય તો ચાલકને ઊભો રાખવાનો અને બાદમાં તેની પૂછપરછ કરવાની છે. ટ્રાફિક પોલીસ પણ આ ડ્રાઈવમાં જાેડાઈ છે જે અંતર્ગત ગઈ કાલે અખબારનગર સર્કલ પાસે બાઈક પર જઈ રહેલી બે વ્યક્તિને રોકી હતી. બાઈકમાં નંબર પ્લેટ હતી નહીં અને ચાલક પાસે તેનાં ડોક્યુમેન્ટ તેમજ લાઈસન્સ પણ હતાં નહીં

જેથી ટ્રાફિક પોલીસે મેમો આપીને બાઈક ડીટેઈન કર્યું હતું.પોલીસના એક ઉચ્છ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે જાે કોઈ વાહનમાં નંબર પ્લેટ નહીં હોય તો સ્થળ પરના પોલીસ કર્મચારીઓ તેની પૂછપરછ કરશે. ચાલક પાસે જાે આરસી બૂક, વાહનનાં ડોક્યુમેન્ટ હશે તો તેમને જવા દેવામાં આવશે.vehicle without number plate will be fined

અને નંબર પ્લેટ લગાવી દેવાની વોર્નિગ આપવામાં આવશે અને જે ચાલક પાસે Lisence, Documents તેમજ Rc Book નહીં હોય તો વાહનને જમા લઈને તેને મેમો આપવામાં આવશે. અને જાે વાહનચાલકની હરકત શંકાસ્પદ લાગશે તો તરત જ તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.