Western Times News

Gujarati News

Train Accident:ગ્રીસમાં ભયાનક ટ્રેન અકસ્માતમાં ૨૬થી વધુ લોકોના મોત

નવી દિલ્હી, ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં મૃત્યુઆંક ૧૬થી વધીને ૨૬ થઈ ગયો છે. આ અકસ્માતમાં ૮૫ લોકો ઘાયલ થયાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો અકસ્માત મોડી રાત્રે થયો હતો. 26 or more people died in GreeceTrainAccident

અકસ્માતનું કારણ શું છે, તે હાલ સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. આ ભયાનક દુર્ઘટના અંગે ગ્રીસના થેસાલી ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું કે, એક પેસેન્જર ટ્રેન એથેન્સથી ઉત્તરીય શહેર થેસાલોનિકી જઈ રહી હતી, જ્યારે બીજી માલસામાન ટ્રેન થેસાલોનિકીથી લારિસા તરફ આવી રહી હતી.

આ બંને ટ્રેનો લારિસા શહેરની બહાર ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક છે કે અકસ્માત બાદ બચાવકાર્યમાં મદદ માટે સેનાને બોલાવવામાં આવી છે, જ્યારે હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ટ્રેનના કોચ કેવી રીતે આગની લપેટમાં છે તે જાેઈ શકાય છે. આ સિવાય કેટલાક કોચ પણ પાટા પરથી ઉતરી ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.