Western Times News

Gujarati News

Air Indiaએ ફરી શરૂ કરી દિલ્હી અને કોપનહેગન વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતની ફ્લેગશિપ એરલાઇન અને સ્ટાર એલાયન્સની સભ્ય Air Indiaએ પોતાની આંતરરાષ્ટ્રીય પહોંચ વધારવા પાંખો ફેલાવવા 1 માર્ચ, 2023થી દિલ્હી-કોપનહેગન-દિલ્હી સેક્ટર પર એની નોન-સ્ટોપ સર્વિસ ફરી શરૂ કરી હતી. Air India: Non-stop flight between Delhi and Copenhagen

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI157 હવે બુધવારે, શુક્રવારે અને રવિવારે દિલ્હીથી 1330 કલાકે ઉડાન ભરશે અને કોપનહેગનમાં 1750 કલાકે (સ્થાનિક સમય) પરત ફરશે. CPH-DEL ફ્લાઇટ AI158 1950 કલાકે (સ્થાનિક સમય) પર ઉડાન ભરશે અને બીજા દિવસે 0740 કલાકે (સ્થાનિક સમય) પર પરત ફરશે. ફ્લાઇટ એર ઇન્ડિયાના અદ્યતન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દ્વારા ઓપરેટ થશે, જેમાં બે-ક્લાસ કેબિન કન્ફિગરેશન છે. તેમાં 18 બિઝનેસ ક્લાસ અને 236 ઇકોનોમી ક્લાસ સીટો છે. આ સેવા સાથે એર ઇન્ડિયાની ઇન્ડિયા-યુરોપ ફ્રીક્વન્સી દર અઠવાડિયે વધીને 79 નોન-સ્ટોપ ફ્લાઇટ થઈ છે.

મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની કામગીરી મર્યાદિત હોવાથી લગભગ ત્રણ વર્ષના વિરામ પછી ફરી શરૂ થયેલી આ સર્વિસ એર ઇન્ડિયાની યુરોપમાં કામગીરીને વધારે મજબૂત કરશે. એર ઇન્ડિયાએ તાજેતરમાં જ વિયેના અને મિલાન સુધીની ફ્લાઇટ ફરી શરૂ કરી હતી. હવે પેસેન્જર્સ યુરોપના લોકપ્રિય પ્રવાસન સ્થળ, વ્યવસાયિક કેન્દ્ર અને શૈક્ષણિક કેન્દ્ર કોપનહેગન સુધી સુવિધાજનક રીતે ઉડાન ભરી શકે છે. આ સૌથી વધુ આકર્ષક સ્કેન્ડિનેવિયન સ્થાનો પૈકીનું એક છે, જે એની રમણીય સુંદરતા, સ્થાપત્ય અને સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસા માટે પ્રસિદ્ધ છે.

આ સર્વિસ ભારતીય પ્રવાસીઓને કોપનહેગનની સુવિધાજનક સુલભતા આપવાની સાથે કોપનહેગનની આસપાસ કેટલાંક લોકપ્રિય પ્રવાસન સ્થળોની સુવિધા પણ પ્રદાન કરશે, જેમાં ડેન્માર્ક, સ્વીડન, નોર્વે અને ફિનલેન્ડ સામેલ છે. કોર્પોરેટ પ્રવાસીઓ, વિદ્યાર્થી સમુદાય અને ભારતીય ડાયસ્પોરાની માગને પૂર્ણ કરવા ઉપરાંત આ સર્વિસથી સામાન્ય લોકોને પણ ફાયદો થશે.

એર ઇન્ડિયાના ચીફ કમર્શિયલ અને ટ્રાન્સફોર્મેશન ઓફિસર શ્રી નિપુણ અગ્રવાલે કહ્યું હતું કે, “એર ઇન્ડિયાની Vihaan.AI ટ્રાન્સફોર્મેશનનું મુખ્ય પાસું ભારતના મુખ્ય શહેરો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્રો વચ્ચે જોડાણ નોંધપાત્ર રીતે વધારવાનું છે. દિલ્હીથી વિયેના વચ્ચે ફ્લાઇટ ફરી શરૂ કર્યા બાદ દિલ્હીથી કોપનહેગન સુધી આ નોન-સ્ટોપ સર્વિસ ફરી શરૂ કરવાથી અમારી ભારતની રાજધાનીમાં મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર વિકસાવવાની અમારી કટિબદ્ધતાની પુષ્ટિ થઈ છે.”

અગાઉ ફ્લાઇટને ફરી શરૂ કરવાના સાદાં સમારંભમાં એર ઇન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપિરિયન્સ અને ગ્લોબલ હેડ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ, શ્રી રાજેશ ડોગરાએ 1 માર્ચ, 2023ના રોજ દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર દીપપ્રાગટ્ય કર્યું હતું અને રિબન કાપી હતી. આ પ્રસંગે જીએમઆર અને એઆઇએસએટીએસમાંથી વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ફ્લાઇટ સંપૂર્ણપણે બુક થઈ હતી, જેમાં મહેમાનોને કાળજીપૂર્વક બનાવેલું મેનુ પણ ઓફર થયું હતું.

AI 157ને કોપનહેગન એરપોર્ટ પર સારો આવકાર મળ્યો હતો, જેમાં ભારતીય રાજદૂતાવાસના અધિકારીઓ અને સ્થાનિક ટ્રેડ પાર્ટનર્સ તથા કોર્પોરેટ ફ્લાઇટને આવકારવા એરપોર્ટ પર એકત્ર થયા હતા અને એક સમારંભનું આયોજન કર્યું હતું. રિટર્ન ફ્લાઇટ AI 158 આજે સવારે 242 પેસેન્જર સાથે પરત ફરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.