Western Times News

Gujarati News

યશોદા અને કૃષ્ણ અશોકની તલાશમાં હરિદ્વાર- ઋષિકેશ પહોંચે છે

એન્ડટીવી પર પારિવારિક ડ્રામાદૂસરી મા”એ રોચક અને રોમાંચક વળાંકો સાથે દર્શકોનું સતત મનોરંજન કર્યું છે. શોમાં અશોક (મોહિત ડાગા)ની પત્ની યશોદા (નેહા જોશી)ના કૃષ્ણ (આયુધ ભાનુશાલી) તેનો અને માલા (નિધિ ઉત્તમ)નો પુત્ર છે એવી જાણ થતાં અશોક ગુમ થઈ જાય છે. બધા તેને શોધતા હોય છે ત્યારે યશોદા અને કૃષ્ણ અશોકને શોધવા નીકળી પડે છે.  &TV Dusri Maa- Yashoda and Krishna reached Haridwar-Rishikesh

આ પ્રવાસ તેમને ઉત્તરાખંડમાં હરિદ્વાર અને ઋષિકેશના પવિત્ર શહેરોની ગલીઓ અને ઘાટ થકી લઈ જાય છે. તેમને જાણ થાય છે કે અશોક છેલ્લે અહીં દેખાયો હતો અને દુઃખમાં તેણે પ્રાયશ્ચિત્ત કરવાનું અને બધાને છોડી જવાનું નક્કી કર્યું.

યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “યશોદાને એવી જાણ થાય છે કે કૃષ્ણ તેના પતિના અગાઉના સંબંધમાંથી થયેલો બાળક છે, જે પછી તે અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. અને તેને વાત ગળે ઊતરતી નથી કે તેને સૌથી મોટો આધાર આપનારો અશોક ગુમ થઈ ગયો છે. દર્શકોને જોશે કે યશોદા તેને શોધવા માટે કૃષ્ણ સાથે નીકળી પડે છે.

પ્રવાસ પડદા પર ભાવનાત્મક હઈ શકે, પરંતુ ઓફફસ્ક્રીન શૂટ કરવાની બહુ મજા આવી. હરિદ્વાર અને ઋષિકેશ જેવાં પવિત્ર શહેરમાં શૂટિંગ કરવાનો અનુભવ સુખદ રહ્યો. અમારી સવાર ગંગા ઘાટના પટ પર ઘંટારવ સાંભળવા સાથે શરૂ થતી હતી, જે હકારાત્મક કંપન સાથે દિવસ શરૂ કરવાની સુંદર રીત છે.

અમારી આસપાસના લોકો અમને તુરંત ઓળખી ગયા અને સેલ્ફી લેવા અને અમારા શો અને પાત્રોને અભિનંદન આપવા માટે અમારી પાસે આવ્યા. અમારા દર્શકો સાથે રૂબરૂ થવાથી અમારો દિવસ ખરેખર સુધરી ગયો. તેઓ અમારા સેટ્સ આસપાસ ભેગા થતા, શૂટ જોતા અને અમુક વાર ઘરનું બનાવેલું ખાવાનું પણ અમારે માટે લાવતા હતા.

નાની દેણે અમારી અંદર મોટો ફરક લાવી દીધો. અમને સુંદર અવસરો ખરેખર બહુ ગમ્યા. ઉત્તરાખંડમાં મારી પહેલી મુલાકાત હોવા છતાં મારે કહેવું જોઈએ કે ત્યાંના લોકો બહુ ઉષ્માભર્યા અને વહાલા છે, જેમણે અમને વિશેષ લાગણી કરાવી અને અમને આશા છે કે ફરી ફરી અહીં આવવા મળશે.

 કૃષ્ણ તરીકે આયુધ ભાનુશાલી કહે છે, યશોદા મા અને હું મારા પિતા અશોકને ઘરે લાવવા માટે ઉત્તરાખંડમાં આવ્યાં. અમને સુંદર શહેરમાં નોંધપાત્ર ટ્રેકનું શૂટ કરવાની મજા આવી. અમે અમારા મર્યાદિત મુકામ દરમિયાન પણ શક્ય તેટલું શહેર જોઈ લીધું. અમે હર કી પૌરી, રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા જેવાં લોકપ્રિય સ્થળે શૂટ કર્યું.

મેં સ્થળો વિશે બહુ સાંભળ્યું હતું, પરંતુ અહીં પહેલી વાર આવ્યો. મુલાકાત દરમિયાન નેહા આઈ અને હું ગલીઓમાં બહુ ભટક્યાં અને આલૂ પુરી, સમોસા, ચાટ અને મલાઈવાળી લસ્સી જેવાં સ્વાદિષ્ટ ખાદ્યો ધરાઈને ખાધાં. ઉપરાંત હરિદ્વારમાં અમારા એજન્ડા પર નહોતું છતાં શોપિંગ કર્યું. અમારા પરિવાર માટે પથ્થરમાં ઘડાયેલા અનેક નાના શિવલિંગ પણ લીધા. ગંગા આરતી કરવાનું સુખદ લાગ્યું.

 અશોક ઉર્ફે મોહિત ડાગા કહે છે, “હરિદ્વાર અને ઋષિકેશ મારાં બે મનગમતાં ટુરિસ્ટ સ્થળ છે. સ્થળ બહુ મંત્રમુગ્ધ કરનારું હતું. આઉટડોર શૂટ રોમાંચક અને પડકારજનક હતું, .કારણ કે મર્યાદિત સમયમાં શૂટ પૂરું કરવું પડતું હતું. વાર્તામાં રસપ્રદ વળાંક છે, જેમાં અશોક પત્નીને શું જવાબ આપવો એવું ધારીને ગુમ થઈ જાય છે.

દિવસનું શૂટ પૂરું થયા પછી હું નજીકનાં સ્થળો ખાતે ફરવા જતો. વિખ્યાત હર કી પૌરી જોયું અને મંદિરમાં દર્શન કર્યાં. આ પવિત્ર શહેરમાં આવ્યો ત્યારે મારી તે સૌથી ટોચની અગ્રતા હતી. આ સુંદર સ્થળ જોતાં જ મોહિત થઈ ગયો. પહેલી વાર પવિત્ર ગંગા જળની અંદર પૂજા કરતું દ્રશ્ય શૂટ કર્યું.

પાણી તે દિવસે અત્યંત ઠંડું હોવા છતાં હું દ્રશ્ય આસાનીથી શૂટ કરી શક્યો. સંપૂર્ણ શૂટિંગનો અનુભવ અવિસ્મરણીય હતો અને અમે હરિદ્વાર અને ઋષિકેશમાં ઘણી બધી યાદગીરીઓ બનાવી. શોમાં રસપ્રદ વાર્તા આવી રહી છે અને મને ખાતરી છે કે દર્શકો ડ્રામા આગળ વધે તેમ ટેલિવિઝન સ્ક્રીન પર જકડાઈ રહેશે.” 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.