Western Times News

Gujarati News

સુરતમાં કરામતી ડોક્ટર્સ ઝડપાયો

સુરત, નકલી અને ઠગ ડોક્ટર્સનો રાફડો ફાટી નીકળ્યો છે. બીમારીની સારવાર કરાવનારા દર્દીઓ આવા લેભાગુ ઠગ ડોક્ટર્સનો શિકાર બની રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. આ ડોક્ટર્સની સારવારની તરકીબ પણ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. કેવા-કેવા કરતબો કરી આવા નકલી ડોક્ટર્સો દર્દી સાથે મજાક કરી છેતરપિંડી આચરી રહ્યા છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે. Bogus doctors caught in Surat

સુરતમાં રાજસ્થાનના બોગસ ડોક્ટરોની એક ટોળકી ઝડપાઇ છે. આ ડોક્ટર્સ ઘૂંટણનો દુખાવો હોય ત્યાં કાપો મૂકી ચુસ્કી વડે સારવાર કરતા હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી આચરતો હતો.

આવી સારવાર માટે છે લાખ રૂપિયાની માંગણી કરતાં અને એક લાખ પડાવી લેતાં આ મામલો પોલીસ સુધી પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતના અલથાણ પોલીસની ગિરફ્તમાં રાજસ્થાના બોગસ ડોક્ટરની ટોળકી આવી છે.

જે બોગસ ડોકટરની ટોળકી દ્વારા અલથાણની મહિલા ડોક્ટરની માતાના ઘૂંટણના ભાગમાં ગંદકીનો ભરાવો થયો છે, તે ચુસ્કી મારીને બહાર કાઢવી પડશે, એમ કહી ઘુંટણના ભાગે બ્લેડથી કાપો મારી પિત્તળની ભૂંગળી ઉપર મુક્યા બાદ ચુસ્કી મારી સારવાર કરતા હતા.

અલથાણ કેનાલ રોડ શિવ સોમેશ્વરા એન્કલેવની ગલીમાં આકાશ ઈક્કો પોઈન્ટ ખાતે રહેતા અને ફિઝીયોથેરાપી હોમ સર્વિસ તરીકે કામ કરતા ડો. દિનાબેન યોગેશભાઈ પટેલ ૨૨મી ફેબ્રુઆરીના રોજ તેના ૫૯ વર્ષીય માતા રાઈબેન સાથે ચાલતા-ચાલતા ઓક્સિજન પાર્ક ગાર્ડન ખાતે જતા હતા.

તે વખતે વેકેન્ઝા એપાર્ટમેન્ટની સામે રોડ ઉપર એક અજાણ્યો વ્યક્તિ ઉભો હતો. તેણે તેની માતાને પગમાં દુખતું હોવાનું કહી વાતમાં ભેરવી લીધા હતા અને તાત્કાલિક દુખાવો દૂર કરી નાખે તેવા માણસો સાથે સંપર્ક કરાવ્યો હતો.

જાેકે આ ઠગો દ્વારા ઘૂંટણના ભાગે બ્લેડથી કાપો મારી પિત્તળની ભૂંગળી ઉપર મુક્યા બાદ ચુસ્કી મારી હતી. એક ચુસ્કીના રૂપિયા ૬ હજાર લેખે ૬ લાખની માંગણી કરી હતી.

આ ટોળકી દ્વારા બળજબરીપૂર્વક ૧ લાખ પડાવ્યા હતા. બોગસ ડોક્ટરની ટોળકીએ બાકીના પાંચ લાખની માંગણી કરી હતી અને ન આપતા ગાળાગાળી કરી હતી. ડોક્ટર દિનાબેનને શંકા જતા પોલીસને ફોન કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને દીનાબેનની ફરિયાદને આધારે સ્થળ પર આવેલા બંને બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા હતા.

જ્યારે રસ્તામાં ખોટું બોલી ફસાવનારની પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ ગુનામાં કુલ ત્રણ જેટલા બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. અલથાણ પોલીસ મથકમાં ઘૂંટણ સહિત શરીરના અન્ય અંગોના દુખાવા દૂર કરવા ચુસ્કીનો ઈલાજ કરનાર બોગસ ડોક્ટરની આ ટોળકી અનેક લોકોને પોતાના નકલી ઈલાજનો શિકાર બનાવી ચૂકી હતી.

આ ટોળકી અલથાણ પોલીસના હાથે ઝડપાઇ હોવાનું લોકોને ખબર પડતા આ ઈલાજના નામે ભોગ બનેલા ૨૦થી વધુ લોકો ફરિયાદ આપવા અલથાણ પોલીસ મથક પહોંચ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.