Western Times News

Gujarati News

ગાંધીનગર જિલ્લાના 8 ગોડાઉનમાં 9700 મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ

રાજ્યનો કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સુવે એ જ સરકારનો નિર્ધાર-પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સાત તબક્કામાં વિના મૂલ્યે અન્નનું વિતરણ: અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

·        ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૪૩,૫૧૭ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ:  જાન્યુઆરી ૨૦૨૩ માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ૪,૦૬૬ મેટ્રિક્ટન જથ્થાનું વિતરણ

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનો કોઇપણ નાગરિક ભૂખ્યો ન સુવે એ માટે દેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ગરીબ નાગરિકોને સાત તબક્કામાં વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાયું છે. 9700 metric tons of grain available in 8 godowns of Gandhinagar district

વિધાનસભા ખાતે ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ વિતરણના પ્રશ્નના પ્રત્યુત્તર મંત્રીશ્રી કુંવરજીભાઈ એ કહ્યું કે, આ યોજના હેઠળ તારીખ ૩૧/૦૧/૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ફેબ્રુઆરી ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન ૪૩,૫૧૧ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ

તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ જાન્યુઆરી ૨૦૨૩માં ૪,૦૬૬  મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરાયું છે. આ યોજના હેઠળ અંત્યોદય યોજના હેઠળ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ ૩.૫૦  કિલોગ્રામ ઘઉં અને ૧.૫૦ કિલોગ્રામ ચોખા તથા અગ્રતા ધરાવતા કુટુંબો માટે

એક કિલોગ્રામ ઘઉં અને ચાર કિલોગ્રામ ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. તે જ રીતે જાન્યુઆરી ૨૦૨૩માં એ. એ. વાય. યોજના હેઠળ કાર્ડ દીઠ ૧૫ કિલોગ્રામ  ઘઉં અને ૨૦ કિલોગ્રામ ચોખા કાર્ડ દીઠ તેમજ અગ્રતા ધરાવતા કુટુંબો માટે વ્યક્તિદીઠ ૨ કિલોગ્રામ ઘઉં અને ૩ કિલોગ્રામ ચોખા કાર્ડ દીઠ વિનામૂલ્યે વિતરણ કરાયું છે.

આ બંને કાર્ડ ધારકોને બાયોમેટ્રિક પદ્ધતિથી વિતરણ કરાય છે. ગાંધીનગર જિલ્લામાં અન્ન પુરવઠા નિગમના આઠ ગોડાઉન છે. જેમાં ૯,૭૦૦ મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.