Western Times News

Gujarati News

હ્રિતિક અને સબાના લગ્નની તારીખ આવી ગઈ સામે

મુંબઈ, બોલિવૂડ એક્ટર હ્રિતિક રોશન અને સબા આઝાદ વચ્ચેના રિલેશનશિપ અત્યારે સતત ચર્ચામાં રહ્યા છે. બંને અવાર નવાર એકબીજા સાથે એરપોર્ટ પર અથવા ડિનર પર સ્પોટ થતા રહેતા હોય છે. એટલું જ નહીં પેપરાઝી માટે પોઝ પણ તેઓ આપતા હોય છે.

તેવામાં લવબર્ડ્‌સને પણ અત્યારે ઘણી લાઈક્સ મળી રહી છે. ફેન્સને પણ બંનેની જાેડી ઘણી પસંદ આવી રહી છે. તેવામાં અત્યારે સોશિયલ મીડિયામાં એક ટ્‌વીટ વાઈરલ થઈ રહ્યું છે જેના પછી બંનેના લગ્નના સમાચાર વહેતા થયા છે.

હ્રિતિક રોશન અત્યારે પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે સમય વિતાવી રહ્યો છે. તેવામાં એક ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ટ્‌વીટ વાઈરલ થઈ રહ્યું છે.

જેમાં હ્રિતિક રોશન નવેમ્બર ૨૦૨૩માં સબા સાથે લગ્ન કરશે એવી માહિતી જાેવા મળી હતી. જાેકે આ અંગે કપલ દ્વારા કોઈપણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વળી આ ટ્‌વીટ પર બંનેમાંથી કોઈએ પણ પ્રતિક્રિયા આપી નહોતી. અગાઉ, એવા અહેવાલો હતા કે હ્રિતિક ફરી એકવાર લગ્ન કરવા માટે તૈયાર છે.

‘બોલીવુડલાઈફ’ રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે હ્રિતિક અને સબા ખૂબ જ સારુ બોન્ડ ધરાવે છે અને તેમના પરિવારોએ તેમના સંબંધોને ખુશીથી અને પૂરા દિલથી સ્વીકાર્યા છે.

હ્રિતિકે કરણ જાેહરના સ્ટાર-સ્ટડેડ ૫૦માં જન્મદિવસની ઉજવણીમાં સબા સાથેના તેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. દંપતી એકસાથે પાર્ટીમાં હાજરી આપી હતી અને આખી પાર્ટી દરમિયાન હાથ પકડીને જાેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હ્રિતિક પાર્ટીમાં સબાને તેની ગર્લફ્રેન્ડ કહીને તેની ઓળખાણ કરાવી રહ્યો હતો.

આ દરમિયાન, વર્ક ફ્રન્ટ પર હ્રિતિક હવે દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાર્થ આનંદની ‘ફાઇટર’માં જાેવા મળશે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.