Western Times News

Gujarati News

ભરૂચ અને અંકલેશ્વરમાં હોળી-ધૂળેટી પર્વ પહેલા દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસના દરોડા

૬૮૧ લીટર દેશી દારૂ, ૨૭ હજાર લીટરથી વધુ વોશનો જથ્થો મળી કુલ ૪.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

(પ્રતિનિધિ) ભરૂચ, હોળી અને ધુળેટી પર્વે અસામાજિક પ્રવૃત્તિઓ અને દેશી દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી.જેમાં અંકલેશ્વરના અમરતપુરા અને ભરૂચમાં ત્રણ સ્થળોએ ધમધમતી દેશી દારૂની ૩૦ મીની ફેકટરીઓનો નાશ કરાયો હતો અને ૪૧ લોકોની અટકાયત કરી ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આગામી હોળી અને ધૂળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા રેન્જ આઈ.જી સંદીપસિંગ અને ભરૂચ જિલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ દ્વારા પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઈવની સુચના આપવામાં આવી હતી.જેને આધારે ભરૂચ ટાઉન અને અંકલેશ્વરના અમરતપરા સહીત અમરાવતી ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ સમાન ભઠ્ઠીઓ ઉપર પોલીસની અગલ અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા.

દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર જેસીબી મશીન ફેરવી તોડી પાડવામાં આવી હતી અને ૬૮૧ લીટર દેશી દારૂ ૨૭ હજારથી વધુ લીટર વોશનો જથ્થો તેમજ ૪ વાહનો મળી કુલ ૪.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવતા ૪૧ બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે.જયારે ૧૧ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.આ અંગે ભરૂચ ખાતે ડીવાયએસપી એમ એમ ગાંગુલીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.