Western Times News

Gujarati News

વિશ્વ વન્ય પ્રાણી દિવસની વિવિધ પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરતા ઈરા શાળાના વિદ્યાર્થીઓ

(પ્રતિનિધિ) દેવ.બારિયા, આજરોજ વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં ઝડપથી લુપ્ત થઈ રહેલી વિવિધ વનસ્પતિઓ પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુ પ્રજાતિઓની સુરક્ષા અને લોકોમાં પર્યાવરણની જાળવણી પ્રત્યેની જાગૃતતા લાવવાના હેતુથી દેવગઢબારીઆ નગરમાં આવેલી ઈરા શાળા દ્વારા ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓને દેવગઢ (ડુંગર) જંગલનું ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. જેમાં વિનાશના આરે ઉભેલા આ વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા અને તેમની સાથેના પડકારોનો ઉકેલ લાવવા શાળા કક્ષાએ શાળાના ટ્રસ્ટી શ્રી ગજવિજસિંઘ ચૌહાણ(બાબા), ત્યાના સ્થાનિક વન કર્મચારીઓ,ઈકો ક્લબ સાથે જાેડાયેલ દરેક શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા સઘન પ્રયાસો અને વિચારમંથન કરવામાં આવ્યા હતા.

હંમેશા સ્વચ્છતાને અગ્રિમતા આપતી ઈરા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેવગઢના જંગલ અને દેવગઢ બાપજી મંદિરની આજુબાજુ પડેલ જૈવ-અવિઘટનીય કાચની બોટલો,પ્લાસ્ટિકની બોટલો અને અન્ય પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આપણા યશસ્વી લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વરછ ભારત સ્વસ્થ ભારત મિશનને સાર્થક કર્યું હતું.

શાળા પરિસરમાં ધોરણ ૩ થી ૯ ના વિધાર્થીઓએ વિશ્વ વન્ય જીવ દિવસ ઉજવણી નિમિત્તે વિવિધ વક્તવ્યો આપી જૈવ-વિવિધતાના રક્ષણ માટેના વિચારો વ્યક્ત કર્યા હતા. સાથે સાથે શાળાના ટ્રસ્ટી ગજવિજયસિંઘ ચૌહાણ (બાબા) દ્વારા વિવિધ પ્રકારની વનસ્પતિઓ, સરીસૃપ ઊભયજીવી સસ્તન વર્ગના પ્રાણીઓ અને કીટકો જીવજંતુ તથા મૃદુકાય જીવોની માહિતી આપવામાં આવી હતી અને રાજ્યમાં વનવિભાગનું વર્ગીકરણ ખૂબ જ અસમાન છે તથા વધતું પ્રદુષણ અને માનવીની અસંતોષકારક લાલચ પ્રકૃતિ પર ખૂબ જ પ્રભાવ પાડી રહયા છે તેમ જણાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.