Western Times News

Gujarati News

નાના કેલીયા ગામનો આર્મી મેન વય નિવૃત્ત થતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું

(પ્રતિનિધિ) દેવગઢબારિયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના નાના કેલીયા ગામના શંકરભાઈ મોહનભાઈ પટેલ જે વર્ષ ૧૯૯૫ મા ઇન્ડિયન આર્મીમાં જાેડાયા હતા અને પહેલું પોસ્ટિંગ ઝાંસી થયું હતું અને તે પછી બગીના,ગ્વાલિયર, અંબાલા, કોટા, જમ્મુ કશ્મીર, નસીરાબાદ અને છેલ્લે ભુવનેશ્વર ખાતે ફરજ બજાવી વય નિવૃત્ત થતા માં ભોમની રક્ષા કરી પરત માદરે વતન ફરતા શંકરભાઈ ભુવનેશ્વર થી રેલ માર્ગે ગોધરા અને ત્યાંથી પીપલોદ આવતા પરિવારજનો અને ગ્રામજનો સહિત અગાઉ વય નિવૃત થયેલા આર્મી મેનો મોટી સંખ્યામાં પીપલોદ ગામે પોહચી વય નિવૃત્ત થઈ આવેલા શંકરભાઈ પટેલનું ફૂલહાર પહેરાવી ડીજે સાથે તેઓનુ ભવ્ય સ્વાગત કરી તેમનાં ગામ નાના કેલીયા સુઘી લઈ જવાયા હતા અને તેમના ગામમા મોટી સંખ્યામાં ગ્રામજનો આસપાસના ગ્રામજનો સહિત અન્ય એક્સ આર્મી મેનોએ સન્માન સમારંભ યોજ્યો હતો. આમ આર્મી મેન તરીકે વય નિવૃત્ત થતા આર્મી મેનનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.