Western Times News

Gujarati News

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા સાબરકાંઠામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રૂલર ડે. ફંડ સંયુક્ત ઉપક્રમે ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓની સાથે સાથે , સ્વં સહાય જૂથની મહિલાઓ સાથે જાેડાઈ સરકારશ્રીના મહિલા સશક્તિકરણ કાર્યક્રમને વેગ આપવાનો નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે ,તાજેતરમાં આંતરાષ્ટ્રીય મહિલા દિનને ધ્યાનમાં રાખી , મહિલા સંમેલન થકી મહિલા નેતૃત્વનો ડીઝીટલ પ્લેટફોર્મ થકી સ્ત્રી પુરુષ સમાનતા સાથે મહિલા સશક્તિકરણ સાથે ખેડબ્રહ્મા અંબિકા મંદિર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન , નરોત્તમ લાલભાઈ રૂલર ડે ફંડ અને જી.એલ.પી.સી વિભાગ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે મહિલા સંમેલન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

પ્રસ્તુત મહિલા સંમેલન કાર્યક્રમમાં ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના ચારસો પચાસ જેટલી મહિલાઓ સહભાગી થઈ મહિલા સંમેલન કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો , ઉપરોક્ત મહિલા સંમેલન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વં સહાય જૂથની મહિલાઓનું તાલુકા અને જિલ્લા સાથે સંકલન થકી મહિલા નેતૃત્વની સાથે સાથે મહિલાઓનો ડીઝીટલ સાક્ષરતા અને જેન્ડર સમાનતા થકી સામાજિક અને આર્થિક બદલાવ લાવવાનો હતો, જે ઉદેશ્યને સાર્થક કરવા મોટી સંખ્યામાં મહિલાઓ સહભાગી થઈને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો, પ્રસ્તુત કાર્યક્રમમાં ડી.એલ.એમ મિનન્તબેન મન્સૂરી, સ્વીટીબેન ,સુશીલાબેન પ્રજાપતિ એક્સન એડ , સાથે મહિલા અધિકારો અંગે માર્ગદર્શન આપવા લો કોલેજ પ્રોફેસર જાનકીબેન રાવલ તથા એન.એલ.આર.ડી.એફ. નાં ચીફ મેનેજર કે. પી પટેલ અને રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ સહભાગી થઈ નોંધપાત્ર પ્રયત્ન હાથ ધર્યો હતો.

પ્રસ્તુત કાર્યક્રમમાં સહભાગી મહિલાઓમાં માંથી કેટલીક મહિલાઓ સક્રિય મહિલા નેતૃત્વ તરીકે ઓળખ ઉભી કરી આર્થિક અને સામાજિક બદલાવ લાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં સફળ થયેલ છે, તે મહિલાઓને જાહેર મંચ પર પ્રોત્સાહિત કરી કામગીરીને બિરદાવવા આવી હતી, ઉપરાંત ઉપરોક્ત મહિલાઓની પોતાની સફળગાથાને જાહેર મંચ પરથી વાગોળવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો , કાર્યક્રમમાં સફળ કરવાં ડી.એલ.એમ.મિનન્તબેન દ્વારા મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે પગભર કરવા સરકારશ્રી વિવિધ યોજના વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો,મહિલા સંમેલન કાર્યક્રમમાં સખી મંડળની મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સહભાગી મહિલાને ઉજાગર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.