Western Times News

Gujarati News

દાહોદમાં ધાર્મિક સંસ્થા દ્વારા વાર્ષિક જલ્સાનું આયોજન

(પ્રતિનિધિ) દાહોદ, દાહોદમાં સંચાલિત દારૂલ ઉલૂમ અન્વારે ખ્વાજા થકી મદ્રસા-એ-ફેઝાને ઉસ્માને ગની દ્વારા વાર્ષિક જલ્સાનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં નાના નાના છોકરા અને છોકરીઓએ ભાગ લીધો હતો. દાહોદમાં સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા ૧ દારૂલ ઉલૂમ અને દાહોદમાં અલગ-અલગ મોહલ્લામાં ૯ મદ્રસા પણ ચાલે છે અને દરેક જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો પણ થયા છે.

આ કાર્યકમ પણ જૂની સિવિલ કોર્ટ રોડ, નાના ધાચીવાડમાં રાખવામા આવેલો હતો. આ કાર્યક્રમમાં છોકરા અને છોકરીઓએ દ્વારા ઇસ્લામિક નાત શરીફ અને સવાલોના જવાબ આપવામાં આવ્યા અને બયાન કરવામાં આવ્યો હતો. તેમાં છોકરા અને છોકરીઓએ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનારને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેથી નાના બાળકોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો. જેમાં મુબલ્લિગ સુન્ની દાવતે ઇસ્લામી હાફિઝ જાવેદ રઝા, હાફિઝ તેહસીન , મૌલાના તનવીર , મૌલાના કાદરી, હાફિઝ જુબેર રઝા, હજરત જાવેદ રઝા, હજરત મોહસીન રઝા, શાહિદ રઝા, અનવરભાઈ મકતબવાળા, ફેઝાનભાઈ ,ડોકટર અદનાન, ફારૂકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.