Western Times News

Gujarati News

સાઠંબા પીપલ્સ કો. ઓ. બેંક લી. માં મેનેજર ભરતી પ્રક્રિયા પારદર્શક – સભાસદો

(પ્રતિનિધિ) બાયડ, વર્ષ ૧૯૬૧ માં સ્થાપવામાં આવેલી હાલમાં ૩૯૧૧ સભાસદો સાથે લગભગ ૩૫ કરોડનું ટર્નઓવર ધરાવતી સાઠંબા પીપલ્સ કો. ઓ. બેંક લી. ના મેનેજર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા અંગે બેંકના એક ડિરેક્ટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે તે અંગે બેંકના સભાસદો, વહેપારીઓ તથા ગ્રામજનો જણાવી રહ્યા છે કે, ભૂતકાળમાં જિલ્લામાં અનેક મોખરાની નાગરિક બેંકો વહીવટીય અણઆવડત કે કથિત કોભાંડોના કારણે ફળચામાં ગઈ હતી, ત્યારે સાઠંબા પીપલ્સ કો.ઓ.બેંક.લી. પારદર્શક વહીવટના કારણે પ્રગતિના પંથે છે અને ગામના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહી છે, વધુમાં તેમના જણાવ્યા મુજબ મેનેજર ભરતી પ્રક્રિયામાં છાપામાં જાહેરાત આપવામાં આવી હતી અને હવે તો નામદાર કોર્ટે પણ સ્ટે ઉઠાવી લીધો છે, ત્યારે ભરતી પ્રક્રિયામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે અને બેંકના વર્તમાન ચેરમેન અને વહીવટદારો ઉપર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વધુમાં સભાસદોમાં તેમજ ગ્રામજનોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, કેટલાક લોકો પોતાનો અંગત સ્વાર્થ સાધવા બેંકનું અહિત કરી રહ્યા છે… ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની સાઠંબા પીપલ્સ કો.ઓ. બેંક લી. (સાઠંબા) માં તા.૩૧-૦૩-૨૦૨૩ ના રોજ વયમર્યાદાના કારણે મેનેજર નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે બેંકના ચેરમેન વિરેન્દ્રભાઇ શાહ તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઉમેદવારની લાયકાત અને છાપામાં જાહેરાત આપવા અંગે ઠરાવ કરી નવા મેનેજરની ભરતી માટે ૨૨’ જાન્યુઆરીના રોજ છાપામાં જાહેરાત આપવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ ફેબ્રુઆરી હતી, પરંતુ ઠરાવમાં સહી કરનાર એક ડિરેક્ટરે વાંધો ઉઠાવતાં મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા ૫૦/૨૦૨૩ થી કેસ દાખલ કરવામાં આવ્યો હતી તે સંદર્ભે બેંક દ્વારા ભરતી પ્રક્રિયા અર્થે કરવામાં આવેલી કાર્યવાહીની નકલો નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૧’ માર્ચ ૨૦૨૩ સુધી સ્ટે નો હુકમ કર્યો હતો, જે તા.૦૧-૦૩-૨૦૨૩ ના રોજ નામદાર કોર્ટ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.