Western Times News

Gujarati News

ધી ગોધરા સીટી કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર ની સૌથી જુની અને જાણીતી લોકપ્રિય ધી ગોધરા સીટી કો.ઓ.બેંક લી. તેના ૧૦૦વર્ષ ના મંગલ પ્રવેશ દિને નિમિત્તે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગોધરા ના સહયોગ થી મેગા રક્તદાન કેમ્પ નું આયોજન બેંક ની હેડઓફીસ ખાતે કરવામા આવ્યુ હતુ. આ રક્તદાન કેમ્પ માં શહેર ના ધારાસભ્ય સી.કે રાઉલજી ,નગર પાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની, ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, રજીસ્ટ્રાર બી.બી.ભાભોર સહિત આગેવાનો, સભાસદો તેમજ વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે હાલના ચેરમેન કે.ટી.પરીખે જણાવ્યું હતુ કે અમારી બેંક ધ્વારા બેંક ની વર્ષગાંઠ નિમીતે રક્તદાન કેમ્પ નું આયોજન કરે છે.અગાઉ ના ૪ કેમ્પમા અંદાજીત ૫૦૦થી પણ વધુ યુનિટ નુ કલેક્શન કરી માનવસેવા ધર્મ ની સામાજીક ફરજ નિભાવી હતી. તેમજ આજ શુભ મંગલમય પ્રસંગે અગાઉ ના તમામ સહકારી આગેવાનો,ચેરમેનઓ તેમજ તમામ ડિરેક્ટરઓ ને યાદ કર્યા હતા અને તે સૌએ પોતાની શ્રેષ્ઠ આગવી સૂઝ થી બેંક ને અત્યારસુધી ખૂબ જ સુંદર રીતે આગળ સફળતાપૂર્વક લાવ્યા છે તે બદલ સૌ નો આભાર માન્યો હતો.

ગોધરા શહેર ની યશકલગી માં વધારો કરતી ગૌરવપૂર્ણ સંસ્થા છે જેને આવા કપરા કાળ મા શહેર ના નાના મા નાના વ્યક્તિ ને મદદરૂપ થઈ તેમને પગભર કરવા માટે સહયોગ કર્યો છે. ત્યારે આજરોજ બેંક ના ૧૦૦ મા વર્ષ પ્રવેશ પ્રસંગે નિમિત્તે બેંક પરિવાર ધ્વારા કેક કાપી ભવ્ય આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરવામાં હતી.બેંક મા કુલ ૨૭૩ રકતદાતા ઓ એ પોતાના નામ ની રક્તદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ અને આજના બ્લડ ડોનેટ કેમ્પમાં રક્તદાતાઓ એ ૨૫૦ ની ઉપરાંત રક્તદાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.