Western Times News

Gujarati News

આ રાજ્યમાં છૂપાયો હતો BMW હિટ એન્ડ રન કેસનો આરોપી

(એજન્સી)અમદાવાદ, સોલા વિસ્તારમાં બનેલ બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપીને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. આરોપી સત્યમ શર્મા રાજસ્થાનના ડુંગરપુરમાં છુપાયો હોવાની બાતમી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સત્યમ શર્માને ઝડપી લીધો છે. BMW hit & run case: Alleged accused Satyam Sharma confesses that he was driving the car near Zydus hospital ahmedabad Gujarat.

અમદાવાદના સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક બીએમડબલ્યુ કારનો હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો. આ ઘટનામાં કારચાલકે પુરપાટ ઝડપે કાર હંકારતા એક દંપતીને ગંભીર રીતે ઇજા પહોંચી હતી.આ હિટ એન્ડ રન કેસમાં આખરે આરોપી સત્યમ શર્મા પોલીસના હાથ લાગ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાન નાં ડુંગરપુર થી તેની અટકાયત કરાઇ છે. સત્યમ શર્મા ડુંગરપુરના એક ગેસ્ટ હાઉસમાં છુપાયો હોવાની માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને તેને ઝડપી લીધો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પહેલી માર્ચના રોજ રાત્રિના સત્યમ શર્મા અને તેનો મિત્ર મહાવીર તેની બી એમ ડબલ્યુ કાર લઈને નીકળ્યા હતા અને કારમાં બેસીને દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ નશાની હાલતમાં તેઓ ગાડી ચલાવીને રાત્રિના ૯ઃ૪૫ વાગ્યાની આસપાસ રેલવે ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ગાડીનો કાબુ ગુમાવ્યો હતો અને બ્રિજ પર ચાલતા જઈ રહેલ એક દંપતિને અડફેટે લીધા હતા.

બાદમાં તેઓ કાર લઈને ત્યાંથી ભાગી ગઈ જાે કે કેટલાક લોકોએ પીછો કરતા કાર નીલગીરી એપાર્ટમેન્ટ નજીક આવવાનું જગ્યામાં મૂકીને ભાગી ગયા હતા.બાદ માં તેના મિત્રો સાથે તે આખી રાત બહાર ફર્યો અને એક મિત્ર એ રાજસ્થાન ડુંગરપુરમાં ગેસ્ટ હાઉસ માં રોકાવવા માટેની વ્યવસ્થા કરતા ત્યાં પહોંચ્યો હતો.

[custom-twitter-feeds feed=1]


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.