Western Times News

Gujarati News

Weather:અરબી સમુદ્રના ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા

પ્રતિકાત્મક

ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય

(એજન્સી)અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે વાતાવરણમાં આવેલા પલટા પ્રમાણે અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા , મહીસાગર અને ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો છે. વીજળીના ચમકારા સાથે ઠંડો પવન ફૂંકાયો હતો.

પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. ૨ દિવસ બાદ રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે અને હિમ વર્ષા થશે. પ્રજાંબ, હરીયાણા, રાજસ્થાનના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

https://mausam.imd.gov.in/

આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે ૫ માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. ૪થી ૮ માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે.

બનાસકાઠા, સમી હારીજ, મહેસાણા, કડી, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાના અમુક ભાગો તેમજ ગીરના ભાગો,આહવા, ડાંગ, સુરત, ગાધીધામ, નખત્રાણા ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે.

૬ માર્ચે ડાંગ,તાપીમાં કમોસમી વરસાદ થઇ શકે છે. ૭ માર્ચે પ્રેમોસૂન એક્ટિવિટીના ભાગરૂપે ડાંગ તાપી નર્મદામાં ૭ માર્ચે વરસાદ થશે.

૮ માર્ચે બનાસકાંઠા,સાબરકાંઠા,દાહોદ, નર્મદા, ડાંગ તાપી છોટાઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં કમોસમી વરસાદ ખેડૂતની ચિંતા વધારી શકે છે. ૯ માર્ચે ૯ માર્ચ સુધી વરસાદની આગાહી કરી છે. ત્યારે ૯ માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા રાજકોટ, ભાવનગર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

આગામી ૪૮ કલાકમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇન્ડ્યુસાઈસર સિસ્ટમ કે જે વાદળ લઈને આવે છે તે સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરાઈ છે.

હાલ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. પરંતુ બે દિવસ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. બીજી બાજુ સૌથી વધુ ૩૮.૮ ડિગ્રી તાપમાન સુરતમાં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે અને રાજ્યમાં દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાશે. માવઠાની સાથે ગરમીનો પણ પ્રકોપ જાેવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇંડ્યુઝ સાઈઝર સક્રિય હોવાને કારણે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે.

તેમને જણાવ્યું હતું કે ઈંડ્યુઝ સાઇઝર સિસ્ટમ વરસાદી વાદળો બનાવે છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા. સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે જાે ગરમીની વાત કરવાાં આવે તો હાલમાં ૨થી ૫ ડિગ્રી તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.