Western Times News

Gujarati News

દાણીલીમડાઃ પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડતાં ધક્કો વાગવાથી ભાઈનું મોત

Filles Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં દાણીલીમડા વિસ્તારમાં ઘરમાં રહેવાના મુદ્દે પિતા-પુત્ર વચ્ચે ચાલી રહેલી તકરારમાં મામલો મારામારી સુધી પહોંચતા આ દ્રશ્ય જાઈ અન્ય પુત્ર પિતા-પુત્રને છોડાવવા માટે વચ્ચે પડતા તેને ધક્કો વાગી ગયો હતો જેના પરિણામે તે જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારબાદ તેને હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. હોસ્પિટલે  અકસ્માતે મોત નીપજયું હોવાથી આ અંગે તાત્કાલિક પોલીસને પણ જાણ કરી હતી અને મૃતદેહને વી.એસ. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી જાકે પરિવારજનોએ સમગ્ર ઘટનાની સાચી વિગતો પોલીસને જણાવી હતી આ કેસમાં પરિવારજનોએ ફરિયાદ નહી નોંધાવતા દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાતે ફરિયાદી બન્યા છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કેટ પાસે આવેલા ન્યુ ફેઝલનગરમાં શાહ મહંમદ તેમના પરિવાર સાથે રહે છે તેમના સંતાનો સોએબ અને શાહમહંમદ નામના બે પુત્રો પણ છે આ દરમિયાનમાં શોએબ અને તેના પિતા શાહમહંમદ વચ્ચે તકરાર ચાલતી હતી પારિવારિક ઝઘડામાં તા.૮મીના રોજ શોએબ દાણીલીમડા વિસ્તારમાં જ આર.એમ. ડુપ્લેક્ષ પાસે ઉભો હતો.
આ દરમિયાનમાં તેના પિતા શાહમહંમદ પણ ત્યાંથી પસાર થઈ રહયા હતા સ્થળ પર જ પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થવા લાગી હતી જેના પરિણામે વાતાવરણ તંગ બની ગયું હતું. પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં શાહમહંમદનો અન્ય પુત્ર મોહંમદ ઝુબેર પણ દોડી આવ્યો હતો.

શોએબ આલમ તથા તેના પિતા વચ્ચે શાહમહંમદ વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન દોડી આવેલા તેમના પુત્ર મોહંમદ ઝુબેરે તેના પિતા અને ભાઈને છુટા પાડવાના પ્રયાસો કર્યા હતાં પરંતુ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી.

આ દરમિયાનમાં વચ્ચે પડેલા મોહંમદ ઝુબેરને ધક્કો વાગતા તે જમીન પર પટકાયો હતો જેના પરિણામે તેને ગંભીર ઈજાઓ થઈ હતી આ ઘટનાથી તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને મોહંમદ ઝુબેરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યો હતો જાકે તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. શરીર પર ઈજાના ચિન્હો હોવાથી હોસ્પિટલ સત્તાવાળાઓએ દાણીલીમડા પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી પરિવારના સભ્યોએ પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજીબાજુ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા તેમાં મુઢમાર મારવાથી તથા બોર્થડ પદાર્થનો ઘા વાગવાથી મોહંમદ ઝુબેરનું મૃત્યુ નીપજયું હોવાનું જણાવતા પોલીસ અધિકારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરી હતી.

પરંતુ પરિવારજનોના સભ્યોએ આ અંગે ફરિયાદ નહી નોંધાવવાનું જણાવ્યું હતું. અચાનક જ ધક્કો વાગવાથી યુવકનું મૃત્યુ નીપજતાં પોલીસે આ અંગે જાતે જ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે જાકે તેમાં હત્યાની કલમ લગાડવામાં આવી નથી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.