Western Times News

Gujarati News

જીવલેણ ખાળકૂવા દુર્ધટના મૃતકોના પરિવારોને  મુખ્યમંત્રી રાહત ભંડોળ સહિત અન્ય સહાયતાની ચૂકવણી કરવામાં આવી

(માહિતી) વડોદરા, રાષ્ટ્રી ય સફાઇ કર્મચારી આયોગના અધ્યગક્ષશ્રી મનહરભાઇ ઝાલા તથા રાષ્ટ્રીતય અનુસૂચિત જાતિ આયોગના સદસ્ય શ્રી કે.રામુલુ આજે થુવાવી ગામે, જીવલેણ ખાળકૂવા દુર્ધટનાના મૃતકોના પરિવારજનોને મળ્યા હતા તથા મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાની સાથે તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. તેમણે દર્શન હોટલ ખાતે ઘટનાની જગ્યાતનું નિરીક્ષણ કર્યું હતું અને સરકિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટરશ્રી કિરણ ઝવેરી, જિલ્લા પોલીસ વડાશ્રી દુગ્ગાલ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને ઘટનાના સંજોગોની સમીક્ષા કરવાની સાથે આવી ઘટનાઓ ટાળવાની યોગ્યજ સાવચેતી લેવા જણાવ્યુંક હતું.

શ્રી રામુલુ અને મનહર ઝાલાએ જણાવ્યું હતું કે ઘટના બની તેના ગણતરીના કલાકોમાં રાજયના મુખ્યરમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મૃતકોના પરિવારોને મુખ્યીમંત્રીશ્રી રાહત નિધિમાંથી મૃતક દીઠ રૂ.૪ લાખની સહાયતા ચૂકવવાનો નિર્ણય જાહેર કર્યો જે તેમની દાખલારૂપ સંવેદનશીલતા દર્શાવે છે. આવી ઘટનાઓમાં રાજયના મુખ્ય મંત્રીશ્રીના ભંડોળમાંથી સહાયતા ચૂકવવામાં આવી હોય એવો આ પહેલો અને દાખલારૂપ પ્રસંગ છે. ગુજરાતના મુખ્યંમંત્રીશ્રીને આ માનવતાભર્યા સંવેદનશીલ અભિગમ માટે તેણે ધન્યાવાદ આપ્યાર હતા.

આજે બન્નેપ પદાધિકારીઓ ઉપરાંત ધારાસભ્યયશ્રી શૈલેષભાઇ મહેતા, મનીષાબહેન વકીલ, રાજયસભા સાંસદ શ્રી શંભુપ્રસાદ ટુંડીયા (મહારાજ) પૂર્વ સાંસદશ્રી, પૂર્વ ધારાસભ્યહશ્રીઓ, વડોદરા મહાનગર પલિકાના નાયબ મેયર ડા. જીવરાજ ચૌહાણ, પૂર્વ મેયરશ્રી સુનિલભાઇ સોલંકી, ડભોઇના શ્રી વિનોદભાઇ સોલંકી સહિત પદાધિકારીઓ અને કાર્યકારી કલેકટરશ્રી સહિત ઉચ્ચા ધિકારીઓ દ્વારા મૃતક પરિવારોને સહાયતાના ચેકસ અર્પણ કરવામાં આવ્યા હતા.

તેમાં પ્રત્યેંક મૃતકના પરિવારોને મુખ્યવમંત્રીશ્રી રાહત નીધિમાંથી રૂ.૪ લાખનો અને ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની યોજના હેઠળ રૂ.૨ લાખનો ચેક, એસસી./એસટી અત્યાવચાર નિવારણ કાયદાની જોગવાઇ પ્રમાણે મળવાપાત્ર રૂ.૮.૨૫ લાખની અકસ્માત મૃત્યુ સહાય પૈકી ૦૬ મૃતકોના પરિવારોને એફ.આઇ.આર.ના પ્રથમ તબકકે મળવાપાત્ર રૂ.૪,૧૨,૫૦૦/- ની સહાયતાના ચેકસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એસ.સી.ના ૦૩ મૃતકોના પરિવારોને પ્રત્યેકને રૂ.૫ હજારની અંત્યે ષ્ટીસ સહાય ચૂકવવામાં આવી હતી. આયોગના પદાધિકારીઓએ એમ.એસ. એકટની જોગવાઇઓ અનુસાર મૃતકોના પરિવારોને મળવાપાત્ર તમામ સહાયતા તૂરત મળી જાય એની તકેદારી લેવાની સૂચના આપી હતી. આ ઉપરાંત દર્શન હોટલના માલિક તેમાની જવાબદારીમાંથી છટકે નહીં અને વિવિધ જોગવાઇઓ પ્રમાણે તેમાની સાથે કડકમાં કડક પગલાં લેવાય તે માટે સૂચના આપી હતી.

બંને આયોગના પદાધિકારીઓએ સફાઇ કામદારોને ગમે તેટલા નાણાંની લાલચ આપવામાં આવે તો પણ ખાળકૂવા કે ડ્રેનેજની સફાઇ જીવન રક્ષાના યોગ્યા સાધનો વગર ન કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાના સાધનો વગર કોઇ આ પ્રકારનું કામ કરવાની ફરજ પડે તો આયોગને અથવા સત્તાળતંત્રને ફરિયાદ કરવી જોઇએ, સહાયતા વિતરણને પગલે અનુસૂચિત જાતિ / જનજાતિના ૦૬ મૃતકોના પરિવારોને પ્રત્યે કને રૂ. ૧૦,૧૨,૫૦૦/ની તેમન બક્ષીપંચના એક મૃતકના પરિવારને રૂ.૬ લાખની સહાયતના મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.