Western Times News

Gujarati News

રાજ્યમાં મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું હાલ બજેટસત્ર ચાલી રહ્યું છે. તેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દા પર પ્રશ્નોતરી શરુ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નનો લેખિત જવાબ મંત્રી દ્વારા ગૃહમાં આપવામાં આવ્યો હતો.

ખેડૂતના મુદ્દા પર સરકાર પાસે લેખિત જવાબની માંગણી કરવામાં આવી હતી. જેમાં સરકારે જવાબમાં ઉલ્લેખ કર્યો કે, રાજ્યમાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ ૫૩ લાખ ૨૦ હજાર ૬૨૬ ખેડૂત ખાતેદાર છે. જેમાં સીમાંત ખેડૂતોની સંખ્યા ૨૦ લાખ ૧૮ હજાર ૮૨૭, નાના ખેડૂતોની સંખ્યા ૧૬ લાખ ૧૫ હજાર ૭૮૮, અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યા ૧૧ લાખ ૫૦ હજાર ૨૫૪, મધ્યમ ખેડૂતની સંખ્યા ૪ લાખ ૯૫ હજાર ૮૬૯ અને મોટા ખેડૂતોની સંખ્યા ૩૯ હજાર ૮૮૮ નોંધાયા છે. વધારેમાં તેમણે લખ્યું હતું કે, એગ્રી સેન્સસ પ્રમાણે મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.