Western Times News

Gujarati News

૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

અમદાવાદ,  રાજ્યમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદની સાથે કરા પડ્યા હતા. આ વચ્ચા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ૨૪ કલાક હજુ પણ ભારે રહેશે અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ઉનાળાની શરુઆતમાં જ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને ગઈકાલે અમદાવાદ સહિત અનેક તાલુકોઓમા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ફેરફાર થતા વરસાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હાલ સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે અચાનક જ વરસાદી વાતાવરણ સર્જાઈ જાય છે. આ મિશ્ર વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચીંતામાં વધારો કર્યો છે.

ગઈકાલે રાજ્યમાં હોળીના પ્રાગટ્ય સમયે જ વરસાદ શરુ થયો હતો. ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. અમદાવાદ સહિત રાજ્યના ૫૬ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગઈકાલે આવેલા વરસાદમાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. આ દરમિયાન આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, જુનાગઢ, દીવ, ડાંગ, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.