Western Times News

Gujarati News

યાત્રાધામ રાલેજ ગામે ૧૫૫ અને હરીપુરા ગામે ૧૨૦ નિરાધાર વિધવા મહિલાઓને પેન્શન સહાય મળશે

આણંદ: આણંદ જિલ્લામાં જનવિકાસ ઝુંબેશના માધ્યમથી ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને સરકારશ્રીની સેવાઓ ગુજરાત તેમજ ભારત સરકારની મહત્વની યોજનાઓના લાભ ઘર આંગણે મળી રહે તે માટે ખંભાત  તાલુકાના  ૫૬ ગામોમાં જનવિકાસ ઝુંબેશ  ચાલી રહી છે .

ખંભાત તાલુકાના પવિત્ર યાત્રાધામ એવા રાલજ ગામે જન વિકાસ ઝુંબેશ અંતર્ગત ગુજરાત, ભારત સરકાર ની વિવિધ યોજના ના લાભ મેળવવા અનેરી જાગૃતિ ના દર્શન થયા. તલાટી મંત્રી શ્રી ગૌરાંગ વાસુકિયા,શ્રી ફેનીલ મકવાણા , આંગણવાડી કાર્યકરો ૧૫૫ વિધવા બહેનો ને પેન્શન મંજૂરી અપાવવા મહેનત કરી રહ્યા છે.

જન વિકાસ ઝુંબેશ અંતર્ગત ખંભાત તાલુકામાં ગામે ગામ હકદાર નાગરિકોને સરકારી સેવા અને યોજના હેઠળ લાભ અપાવવા ઝુંબેશ ચાલી રહી છે. હરિપુરા ગામના તલાટી શ્રી તેમજ સરપંચશ્રીના સહયોગથી  ગામના નિરાધાર વિધવા એવા ૧૨૦ બહેનો ને વિધવા સહાય માટે પેન્શન મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી.

ખંભાત તાલુકા માં જન વિકાસ ઝુંબેશ અંતર્ગત કર્મયોગી ઓ દ્વારા જાહેર રજાઓ માં પણ કામ ગીરી થઈ રહી છે.ભીમ તળાવ ગામે વિવિધ પ્રકારની યોજના  તથા વિધવા સહાય ,વૃદ્ધ સહાયના લાભ અપાવવા કામગીરી થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.