Western Times News

Gujarati News

OMG ! ભારતની 5 એવી જગ્યા જ્યાં લોકો જતા ડરે છે

નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યા ભૂત-પ્રેત, બુરી શક્તિ અને આત્માઓ હોવાનો લોકોને વિશ્વાસ છે. કેટલાક માટે તે અંધવિશ્વાસ છે તો, કેટલાક તેને કાલ્પનિક માને છે. ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યા લોકો ભૂત હોવાનો દાવો કરે છે. 5 Cursed Places in India

આપણે ત્યા એવી ઘણી જગ્યાઓ છે જેને લોકો શ્રાપિત હોવાનું માની જૂની કહાણી સાથે જાેડી દેવામાં આવે છે. આજે અમે તમને ભારતની ૫ એવી શ્રાપિત જગ્યા વિશે જણાવીશું જ્યા કેટલાય વર્ષોથી લોકો જતા ગભરાય છે. કારણ કે, તેમને ડર છે કે, ક્યાક આ શ્રાપ તેમના પર ના આવી જાય.

હિમાચલમાં આવેલા રૂપકુંડ તળાવને શ્રાપિત માનવામાં આવે છે. આ તળાવની ચારેય બાજું નરકંકાલ પડ્યા હોવાનો દાવો કરે છે. ઉત્તરાખંડમાં આવેલ આ તળાવ જવાની કોઈ હિંમત નથી કરતું.

 

 

 

 

 

 

પિઠૌરિયા ગામ ઝારખંડમાં આવેલું છે. રાંચીથી લગભગ ૨૦ કિમી દુર આવેલા આ ગામને શ્રાપિત માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે, આ ગામમાં વિશ્વનાથ નામનો એક વ્યક્તિ રહેતો હતો જેને ફાંસીની સજા કરવામાં આવી હતી. ત્યારે તેણે ગામને શ્રાપ આપ્યો હતો કે, આ ગામમાં વિજળી પડતી રહેશે અને આ કિલ્લો પણ વિરાન થઈ જશે.શ્રાપના ડરથી ગામના લોકો ગામ છોડીને ભાગી ગયા હતા.

 

 

કુલધરા ગામ રાજસ્થાનના જેસલમેરથી ૨૦ કિમી દુર આવેલું ગામ છે. જાેવા જઈએ તો આ ગામ ખંડેર જેવું દેખાય છે. પરંતુ અહિયા વર્ષો પહેલા ફ્લાવર ગાર્ડન હતું. માનવામાં આવે છે કે, અહિયા બ્રાહ્મણો રહેતા હતા.પરંતુ તેમના મંત્રની નજર ખરબ નજર હંમેશા ગામની યુવતીઓ પર રહેતી હતી. પોતાના પરિવારની મહિલાઓને બચાવવા માટે લોકો ગામ છોડીને ચાલ્યા ગચા અને ગામનો શ્રાપ આપ્યા કે, આ ગામ ફરી ક્યારેય નહીં વશે.

 

 

 

ભાનગઢ કિલ્લો શ્રાપિત હોવાની સાથે સાથે ભૂતિયો પણ છે અને તેને ભારતની સૌથી વધારે ડરામણી અને ભયાનક જગ્યા માનવામાં આવે છે.લોકોનું માનવું છે કે, એક તાંત્રિકે આ કિલ્લાને શ્રાપ આપ્યો હતો. તેના પછી અહીં વિચિત્ર ઘટનાઓનો અનુભવ થયો હોવાનો દાવો કરવામાં આવે છે. લોકો કહે છે કે, આ કિલ્લામાંથી રોવાનો અને ચીસો પાડવાનો અવાજ સંભળાય છે. જ્યારે સવારે ત્યાથી લીંબુ અને સિંદુર જેવી વસ્તુઓ પણ મળી છે.

 

ગંધર્વપુરી ગામ મધ્યપ્રદેશમાં આવેલું છે. અહેવાલ પ્રમાણે માનીએ તો આ એ ગામ છે જ્યા પહેલા ગંધર્વસેન નામનો રાજા રાજ કરતો હતો. રાજાએ ગામને શ્રાપ આપ્યો હતો. જેના પછી આખું ગામ પથ્થર બની ગયું હતું. લોકોનું માનવું છે કે, આ ઘરતી અંદર ગામ હોવાના પૂરાવા પણ હયાત છે. આ ગામમાં જઈને રહેલાનું કોઈ ભૂલથી પણ વિચારતું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.