Western Times News

Gujarati News

MasterChef India 7 ફિનાલે પહેલા જ વિનરની જાહેરાત?

ફિનાલે પહેલા સેટ પરથી લીક થઈ તસવીર

મુંબઈ, કૂકિંગ આધારિત Reality Show MasterChef India 7  છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ક્યારેક કોઈ કન્ટેસ્ટન્ટ્‌સની ડિશ સારી હોવા છતાં ખરાબ રિવ્યૂ આપવા માટે તો ક્યારેક હોમ કૂક અરુણા વિજયને વધારે લાભ આપવા માટે.

માસ્ટરશેફ ઇન્ડિયા સીઝન 7 ના વિજેતા ફિનાલે પહેલા લીક થયા

શોના ગ્રાન્ડ ફિનાલેને આમ તો હજી ઘણા અઠવાડિયા બાકી છે અને આ પહેલા તે ફરી લાઈમલાઈટમાં આવ્યો છે. આ વખતનું કારણ છે, સેટ પરથી લીક થયેલી એક કથિત પોસ્ટ, જેમાં વિનરની જાહેરાત કરવામાં આવી છે. એક ફેન પેજના ટિ્‌વટર હેન્ડલ પરથી શેર કરવામાં આવેલી તસવીર સૂચવે છે કે, આ સીઝનનો વિનર નયનજ્યોતિ સૈકિયા બન્યો છે, જે આસામના એક નાના ગામડાનો રહેવાસી છે.

માસ્ટરશેફ ઇન્ડિયા 7 વિજેતાના ફોટા લીક થયા! ટ્રોફી ધરાવનાર આ સ્પર્ધકની તસવીરો વાયરલ થતાં ચાહકો આનંદમાં છે

ટિ્‌વટર પર ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં નયનજ્યોતિ સૈકિયા ‘માસ્ટરશેફ કોટ’ અને હાથમાં ટ્રોફી સાથે જાેવા મળ્યો. તેના બેકગ્રાઉન્ડમાં ફિનાલેનું શૂટિંગ ખતમ થયા બાદ ક્રૂના સભ્યો રૅપ-અપ કરતાં જાેવા મળ્યા.

આ તસવીર જાેઈને યૂઝર્સ ધડાધડ પ્રતિક્રિયા આપવા લાગ્યા, નયનજ્યોતિ ટ્રોફી જીત્યો તે માટે કેટલાક ખુશ છે તો કેટલાક અરુણા વિજય ન જીતી શકી તે માટે ખુશી વ્યક્ત કરતાં દેખાયા.

કારણ કે, અત્યારસુધીના ઘણા ટાસ્કમાં અરુણા વિજયની તરફેણ કરવા માટે માસ્ટરશેફ ઈન્ડિયાના ત્રણેય જજ, રણવીર બ્રાર, ગરીમા અરોરા અને વિકાસ ખન્નાએ ટ્રોલિંકનો શિકાર બની ચૂક્યા છે. જ્યારે શોમાંથી પ્રિયંકા એલિમિનેટ થઈ ત્યારે તે પણ નફરતનો શિકાર બની હતી. એક ફેને કોમેન્ટ કરતાં લખ્યું ‘આશા રાખું છું કે આ સાચું હશે. જાે તે સાચું છે તો હું ખૂબ ખુશ છું.

તે માસ્ટરશેફ ઈન્ડિયાનો સૌથી પ્રામાણિક અને કપરી મહેનત કરતો કન્ટેસ્ટન્ટ છે. જે ક્યારેય કોઈ બકવાસ કરતો નથી અને તેની ડિશ પણ જાેવામાં અદ્દભુત લાગે છે’, એક ફેને લખ્યું ‘તેમણે અરુણાને વિનર ન બનાવી તે માટે હું ખુશ છું. જે રીતે ચાલી રહ્યું છે મને તો લાગતું હતું કે જાે તે ફિનાલેમાં ખીચડી બનાવશે તો પણ તેને વિનર જાહેર કરાશે’.

તો એકે લખ્યું ‘આખરે અંતમાં બધુ ઠીક થયું. આ શો શરૂઆતથી જ પક્ષપાતી હતી પરંતુ વિજેતા ટ્રોફીને હકદાર છે’. તો અન્ય યૂઝરે લખ્યું ‘ઓએમજી… મને તો લાગ્યું હતું કે અરુણા વિનર બનશે.

નયનજ્યોતિ સૈકિયાની વાત કરીએ તો, આ ૨૬ વર્ષનો કૂક આસામના તિંસુકિયાનો છે. શેફ વિકાસ ખન્નાએ તેને ઈન્સ્ટાગ્રામ પરથી શોધી કાઢ્યો હતો. તે કૂકિંગમાં કરિયર બનાવે તે માટે તેના પિતા ચિંતિત હતા, પરંતુ વિકાસ ખન્નાએ તેમને સમજાવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.