Western Times News

Gujarati News

કોલસાના ભાવમાં ટૂંકમાં ભાવ વધારાની શક્યતા

નવી દિલ્હી, કોલ ઈન્ડિયાના ચેરમેન પ્રમોદ અગ્રવાલે સોમવારે જણાવ્યું હતું કે કોલસાના ભાવમાં વધારો કરવા માટે “મજબૂત આધાર” છે અને “ટૂંક સમયમાં” આ વધારો થઈ શકે છે. આ અંગે હિતધારકો સાથે ચર્ચા ચાલી રહી છે. અગ્રવાલે એમ પણ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે માઇનિંગ જાયન્ટ ૨૦૨૫-૨૬ સુધીમાં તેનું એક અબજ ટન ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરશે. કોલસાના ભાવમાં વધારો કરવાનો એક મજબૂત આધાર છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં આવું કરાયું નથી. આ વર્ષે વેતન અંગે પણ વાટાઘાટો થઈ છે, જેની અસર સીઆઈએલની નાણાકીય સ્થિતિ પર પડશે, ખાસ કરીને કેટલીક પેટાકંપનીઓમાં જ્યાં માનવશક્તિનો ખર્ચ ઘણો વધારે છે.

કોલ ઈન્ડિયાના વડાએ કહ્યું કે જાે કોલસાના ભાવ વધારવામાં નહીં આવે તો ઘણી સમસ્યાઓ થશે. આ અંગે હિતધારકો સાથે ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં આ અંગે ર્નિણય લેવાઈ શકે છે. અગ્રવાલે કોલકાતામાં એમજંક્શન વતી આયોજિત ભારતીય કોલસા બજાર સંમેલન દરમિયાન આ વાત કહી હતી. એક બિલિયન ટન ઉત્પાદન લક્ષ્યાંક અંગે વિસ્તૃત માહિતી આપતા તેમણે કહ્યું કે કોલ ઈન્ડિયા ૨૦૨૫-૨૬ સુધીમાં તેને હાંસલ કરવા માટેના ટ્રેક પર જ છે પણ તે દેશની જરૂરિયાત અને ખાનગી ક્ષેત્રની વૃદ્ધિ જેવા પરિબળો પર ર્નિભર રહેશે. કોલ ઈન્ડિયાના વડાએ જણાવ્યું હતું કે કંપનીનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ભૂગર્ભ કોલસાનું ઉત્પાદન વર્તમાન ૨૫-૩૦ કરોડ ટનથી વધારીને ૧૦૦ કરોડ ટન કરવાનું છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.