Western Times News

Gujarati News

ચીન સંચાલિત સોનાની ખાણમાં બંદૂકધારીઓના હુમલામાં ૯નાં મોત

બાંગુઈ, મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં ચીન દ્વારા સંચાલિત સોનાની ખાણમાં બંદૂકધારીઓએ હુમલો કરવાના અહેવાલ મળ્યા છે. આ હુમલામાં ખાણમાં કામ કરતા ૯ ચીની નાગરિકોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર ચીનની કંપનીએ હાલમાં જ આ ખાણમાં કામ શરૂ કર્યું હતું. પીડિતોના મૃતદેહોને બાદમાં રાજધાની બાંગુઈ લાવવામાં આવ્યા હતા.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરોની શોધ ચાલી રહી છે. અહીંના સ્થાનિકો કહે છે કે હિંસાની તાજેતરની ઘટના સુરક્ષાદળોમાં વિશ્વાસના અભાવને દર્શાવે છે. તેમણે કહ્યું કે સરકાર મધ્ય આફ્રિકન અને દેશમાં રહેતા વિદેશી નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી હોવાનું જણાય છે. જાેકે આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ બળવાખોર જૂથોના ગઠબંધન પેટ્રિઓટ્‌સ ફોર ચેન્જ અથવા સીપીસી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જે આ પ્રદેશમાં સક્રિય છે અને દેશના સશસ્ત્ર દળો પર નિયમિત હુમલા કરી રહ્યું છે. બળવાખોર જૂથોનું ગઠબંધન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ બોઝિગે તરફી વલણ ધરાવે છે. પરંતુ સીપીસીએ એક નિવેદન બહાર પાડીને હિંસા પાછળ વેગનર જૂથના રશિયન ભાડૂતી સૈનિકોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જાેકે, તેણે કોઈ પુરાવા આપ્યા નથી.
અહેવાલ અનુસાર બંદૂકધારીઓએ સવારે લગભગ ૫ વાગ્યે ચિમ્બોલો સોનાની ખાણ પર હુમલો કર્યો. બંદૂકધારીઓએ પહેલા સ્થળ પર તૈનાત સિક્યોરિટી ગાર્ડ્‌સ પર કાબૂ મેળવ્યો અને પછી ગોળીબાર કર્યો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ખનન સ્થળનું ઉદ્‌ઘાટન થોડા દિવસો પહેલા જ થયું હતું. અધિકારીઓનું કહેવું છે કે ચીની વેપારીઓ પર હુમલો બળવાખોરોની કાયરતા દર્શાવે છે. CPC દ્વારા માત્ર દેશની આર્થિક ગતિને જ નુકસાન થયું નથી, તે હવે વિકાસના પાયા પર હુમલો કરી રહ્યું છે, આ અસ્વીકાર્ય છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.