Western Times News

Gujarati News

એક્શનથી ભરપૂર છે આદિત્યની નવી ફિલ્મ GUMRAAHનું ટ્રેલર

મુંબઈ, આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ગુમરાહનું ટ્રેલર ગુરુવારે રિલીઝ થઈ ગયું છે. ૨ મિનિટ ૨૩ સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત એક હત્યાથી થાય છે. મૃણાલ ઠાકુર પોલીસ યુનિફોર્મમાં હત્યાની તપાસ કરી રહી છે.

શરૂઆતમાં તે સામાન્ય મર્ડર મિસ્ટ્રી ફિલ્મ જેવી લાગે છે. પરંતુ, પછી તે અચાનક બદલાઈ જાય છે. વાર્તામાં એક હત્યા છે, જેમાં બે શંકાસ્પદ છે અને બંને ડુપ્લિકેટ છે. ટ્રેલર તેના અંત સુધી સસ્પેન્સમાં વધારો કરે છે.

Aditya’s new film GUMRAH is full of action

પોલીસ ઓફિસરના રોલમાં મૃણાલ ઠાકુર સારી લાગી રહી છે. જ્યારે રોનિત રોય પણ વિભાગના વરિષ્ઠ અધિકારી તરીકે અસર છોડે છે. ટ્રેલરમાં ઘણા ટિ્‌વસ્ટ છે. એ પણ સ્પષ્ટ થાય છે કે આદિત્ય રોય કપૂર આ વખતે ડબલ રોલમાં કંઈક નવું લાવી રહ્યો છે.

નવોદિત દિગ્દર્શક વર્ધન કેતકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારની ટી-સિરીઝ અને મુરાદ ખેતાનીના સિને૧ સ્ટુડિયોના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ગુમરાહ આવતા મહિને ૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બોલિવૂડ એક્ટર અજય દેવગન અને તબ્બુની આગામી ફિલ્મ ભોલાનું ટ્રેલર સામે આવ્યું છે. આ ૨ મિનિટ ૩૩ સેકન્ડનું ટ્રેલર એટલું જ શક્તિશાળી છે કે જેટલું તે રોમાંચક છે.

આ ટ્રેલરમાં અજય દેવગન અને તબ્બુ સિવાય દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા જેવા કલાકારો પણ તેમના શાનદાર અંદાજમાં જાેવા મળી રહ્યા છે. ફિલ્મ ભોલા એ સાઉથની ફિલ્મ ‘કૈથી’ની રીમેક છે. આ ફિલ્મનો ડિરેક્ટર પણ અજય દેવગન છે.

ભોલા એ પિતા-પુત્રીના સંબંધની એક શાનદાર સ્ટોરી છે, જે અજયની ફિલ્મને ખાસ બનાવે છે. ભોલા’માં બોલીવૂડ અભિનેત્રી તબ્બુ ફરી એકવાર પોલીસની ભૂમિકામાં પોતાની તાકાત દેખાડતી જાેવા મળે છે. એકંદરે ‘ભોલા’નું ટ્રેલર એક્શન અને એડવેન્ચરથી ભરપૂર છે.

અજય દેવગનની ભોલા સાઉથની સુપરહિટ ફિલ્મ કૈથીની ઓફિશિયલ રિમેક છે. અજય દેવગન અને તબ્બુ સ્ટારર ફિલ્મ આ મહિને ૩૦ માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.