Western Times News

Gujarati News

હોસ્પિટલના બિલમાં ૯૪ હજાર ઓછા આપતા ગ્રાહક કોર્ટમાં ફરીયાદ કરી હતી

પારેખ્સ હોસ્પીટલમાં પાંચ દિવસ કોરોનાની સારવાર લીધી હતી. જેનો કુલ ખર્ચ ૧.૭૬ લાખ થયો હતો.

સારવારનો ખર્ચ 9% વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને આદેશ

(એજન્સી)અમદાવાદ, કોરોનાકાળ દરમ્યાન મ્યુનિસીપલ કોર્પોરેશને બહાર પાડેલા નોટીફીકેશનમાં જણાવ્યા કરતા વધુ રકમ કોઈ ખાનગી હોસ્પિટલ લઈ શકે નહી તેવો નિયમ હતો. કપરાકાળ દરમ્યાન હોસ્પીટલો અને વીમા કંપનીઓની મીલીભગત સામે ગ્રાહક કોર્ટમાં ફરીયાદોનો ઢગલો થયો હતો. The insurance company paid the incomplete amount of the medical expenses to person treated for Corona

આવા જ એક કેસમાં વીમા કંપનીએ કોરોનાની સારવાર લેનારને મેડીકલ ખર્ચાની અધુરી રકમ ચુકવી હતી જેની સામે ગ્રાહક કોર્ટમાં ફરીયાદ થતા વીમા કંપનીએ દોષનો ટોપલો હોસ્પિટલ પર ઢોળી દીધો હતો. જાેકે ગ્રાહક કોર્ટે કોરોનાની સારવારની પુરી રકમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે.

એલીસબ્રીજ વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન મહેશ કોઠારીને ર ડીસેમ્બર ર૦ર૦ના રોજ કોરોના થયો હતો. તેમને પારેખ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં તેમણે પાંચ દિવસ કોરોનાની સારવાર લીધી હતી. જેનો કુલ ખર્ચ ૧.૭૬ લાખ થયો હતો.

વીમા કંપનીને ૯૪,૯ર૮ ઓછી રકમ ચુકવી હતી વીમા કંપનીએ એવું તારણ કાઢયું હતું કે કોર્પોરેશનના નોટીફીકેશન કરતા હોસ્પિટલે વધુ ચાર્જ વસુલ્યો છે. સરકારે કોરોના માટે નકકી કરેલી ગાઈડલાઈનનો ભંગ થયો હોવાથી સારવાર પુરો ખર્ચો મંજુર કરવામાં આવ્યો નથી.

અરજદારે ગ્રાહક સુરક્ષામાં ફરીયાદ કરતા કોર્ટે અવલોકન કર્યું કે, પોલીસી મુજબ હોસ્પીટલના ખર્ચ પર કોઈ કેપ નકકી કરાઈ નથી. હોસ્પિટલે વસુલેલ ખર્ચા સાથે વીમા કંપનીને કોઈ લેવાદેવા નથી. વીમા કંપનીને સારવારનો પુરો ખર્ચે ૯ ટકા વ્યાજ અને કાનુની ખર્ચના પ હજાર અલગથી ચૂકવવા આદેશ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.