Western Times News

Gujarati News

મહાઠગ કિરણ પટેલના કારનામા ધીમે ધીમે બહાર આવી રહ્યા છે

સસ્તામાં પ્લોટના નામે કિરણ પટેલે બિલ્ડર સાથે પણ 80 લાખની ઠગાઈ કરી હતી

(એજન્સી)અમદાવાદ, મહાઠગ કિરણ પટેલના કૌભાંડ એક પછી એક સામે આવી રહયા છે. ત્યારે નારોલ ચાર રસ્તા પાસે રર૦૦ વારનો પ્લોટ માર્કેટ વેલ્યુ 2 કરોડ કરતા ૧.૬૦ કરોડમાં આપવાનું નકકી કર્યું હતું. Kiran Patel scam

૮૦ લાખ રૂપિયા બિલ્ડર જાેડે પડાવીને કિરણ પટેલે બાનાખત કરી આપ્યું હતું. પરંતુ દસ્તાવેજ કરવા અંગે કિરણ ગલ્લા તલ્લા કરતાં હોવાથી બિલ્ડરે ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડી અંગેની લેખીતમાં જાણ કરી છે.

નારોલમાં ઉપેન્દ્ર સી ચાવડા કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે. તેઓને કિરણે વર્ષ ર૦૧૭માં નારોલ ચાર રસ્તા પાસે રર૦૦ વારનો પ્લોટ બતાવીનીે માર્કેટ વેલ્યુ પ્રમાણે બે કરોડ થાય છે. પરંતુ તેમને ૧.૬૦ કરોડમાં આપી દઈશ તેમ કહીને ૮૦ લાખ રૂપિયા પડાવીને બાનાખત કરી આપ્યું હતું. બાદમાં બિલ્ડરે પાસે અવારનવાર કિરણ પૈસાની ઉઘરાણી કરતો હતો.

જેથી બિલ્ડરે તેણે કહયું કે, દસ્તાવેજ કરી આપ ત્યાયરે સંપૂર્ણ પેમેન્ટ પુર્ણ કરી દઈશ. આ બાદ તે દસ્તાવેજ માટે ગલ્લા તલ્લા કરતો હતો. મહાઠગનું એક અઠવાડીયા પહેલા બિલ્ડરે કિરણને ફોન કરીને દસ્તાવેજ અંગે વાત કરી હતી. ત્યારે કિરણે બિલ્ડરને કહયું કે, હાલમાં હું કાશ્મીર છું અને પીએમની નજીક હું કામ કરું છું

હાલમાં મારી પાસે સમય નથી તમારે કંઈકામ હોય તો કહેજાે હું તમારુ કામ ઝડપથી કરી આપીશ તેમ કહીને ફોન મુકી દીધો હતો. કિરણ પટેલના મહાઠગ તરીકેના કારનામાનો ભાંડો ફૂટતા હવે ધીમે ધીમે અમદાવાદ સહીત રાજયમાં વિવિધ લોકો અને ખુદ કેટલાક અધિકારીઓ રાજકારણીઓ પણ તેની સામે બહાર આવી રહયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.