Western Times News

Gujarati News

SP Ring Road નજીક બોપલમાં રહેતા બિલ્ડરને ઢોંસા 10 લાખના પડ્યા

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, એસપી રીગ રોડ પર બોપલ નજીક રેસ્ટોરન્ટમાં પત્ની સાથે ઢોસા ખાવા ગયેલા બિલ્ડરની ગાડીનો કાચ તોડીને તસ્કર રોકડા રૂા.૧૦ લાખ ભરેલી બેગ ચોરી ગયા હતા બિલ્ડરની ફરીયાદના આધારે સરખેજ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. Ahmedabad Bopal Builder SP RIng road 10 lakh stolen

બોપલ-ધુમા શરણદીપ મેન્શલ બંગ્લોઝમાં રહેતા ગુણવંતભાઈ કાંતીભાઈ પટેલ 55 સાઉથ બોપલમાં શિવાની ઓરમ નામની ઓફીસ ધરાવીને બિલ્ડીગ કન્સ્ટ્રકશનનો ધંધો કરે છે. ર૬ માર્ચે સાંજે ૭.૩૦ વાગે ગુણવંતભાઈ પત્ની સાથે એસપી રીગ રોડ પર આવેલી એક હોટલમાં ઢોસા ખાવા ગયા હતા.

ત્યારે તેમણે બોપલ બ્રીજ નજીક સન સીટીના ગેટ પાસે કાર પાર્ક કરી હતી. ૧ કલાક બાદ રેસ્ટોરન્ટમાંથી જમીને ગાડી પાસે પરત આવ્યા અને જાેયું તો ડાબી બાજુના દરવાજાનો કાચ તૂટેલો હતો. તેમજ ડ્રાઈવર સીટની નીચે મુકેલી બેગની ચોરી થઈ હતી. તે બેગમાં રોકડા રૂા.૧૦ લાખ આધારકાર્ડ, પાનકાર્ડ, બેકનીચેકબુક તેમજ અન્ય ડોકયુમેન્ટસ હતા.

આ અંગે ગુણવંતભાઈ પટેલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. જેના આધારે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.