Western Times News

Gujarati News

દસ રાજ્યોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી

નવી દિલ્હી, દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. જાે કે માર્ચ મહિનામાં કમોસમી વરસાદને કારણે લોકોને રાહત મળી હતી, પરંતુ આ દરમિયાન IMDએ ગરમીને લઈને એક નવું એલર્ટ જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભારતના મોટા ભાગના ભાગોમાં એપ્રિલથી જૂન સુધી તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન પૂર્વ, મધ્ય અને ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની ધારણા છે.

IMD એ કહ્યું કે ૨૦૨૩ના એપ્રિલથી જૂન મહિનામાં દક્ષિણ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગો સિવાય મોટા ભાગના સ્થળોએ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં ઓછામાં ઓછા ૧૦ રાજ્યોમાં તાપમાનમાં ફેરફારની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં હીટવેવની સંભાવના છે.

IMD એ દેશના મોટાભાગના ભાગોમાં માર્ચ મહિના માટે સામાન્ય કરતાં વધુ તાપમાનની આગાહી કરી હતી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થયેલા કમોસમી વરસાદને કારણે માર્ચ છેલ્લા ૭૩ વર્ષમાં ટોપ ટેન સૌથી ઠંડા માર્ચમાં પ્રવેશ્યો હતો.

જાે મેદાનોમાં મહત્તમ તાપમાન ઓછામાં ઓછું ૪૦ ° સે, પહાડી વિસ્તારોમાં ઓછામાં ઓછું ૩૦ ° સે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછામાં ઓછું ૩૭ ° સે સુધી પહોંચે, તો તેને હીટવેવ તરીકે જાહેર કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.