Western Times News

Gujarati News

પાઠ્યપુસ્તક માટે રૂ. 90 ના ભાવે કાગળની મળે તેમ છે, છતાં રાજ્ય સરકાર રૂા.૧૦૮ના ભાવથી ખરીદવા મક્કમ

File

ટેન્ડરની શરતોમાં નીચા ભાવની બીજી મિલો સ્પર્ધામાંથી બાકાત થાય તેવા ખેલનો આક્ષેપ

(એજન્સી)અમદાવાદ, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ચોક્કસ મિલ પાસેથી કાગળ ખરીદી કરવા માટે રૂ.૩૭૧.૨૦ કરોડના ટેન્ડરની શરતોમાં ફેરફાર કરી રૂ.૬૦ કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા અંગેના આક્ષેપો થયા છે. For textbook paper can be available at Rs. 90- but the state government is determined to buy at the price of Rs.108.

આ આક્ષેપો અને આશંકાઓને સાચી ઠેરવતા કેટલાક પુરાવાઓ સામે આવ્યાં છે. જેમાં ૨ મિલો દ્વારા રૂ.૯૦ના ભાવે કાગળ આપવાની લેખીતમાં તૈયારી દર્શાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બંને મિલો દ્વારા રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખીતમાં પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તેમ છતાં રૂ.૧૦૮.૮૦ના ભાવે કાગળ ખરીદવા અંગેનો ઓર્ડર આપવાની પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. મહત્ત્વનું છે કે, રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે અને ડાયરેક્ટર તરીકેનો ચાર્જ સમગ્ર શિક્ષા અભિયાનના એસપીડી આઈએએસ રતનકંવર ગઢવી ચારણ પાસે છે.

પુસ્તકો તૈયાર કરવા માટે ૩૨ હજાર મેટ્રીક ટન કાગળ ખરીદી કરવાનું જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેમાં અત્યાર સુધીમાં એટલે કે, પાછલા ટેન્ડરોમાં વોટરમાર્ક અથવા સિક્યુરીટી ફાઈબર એમ બંને પ્રકારના વિકલ્પ આપવામાં આવતાં હતા.

પરંતુ આ વખતે ચોક્કસ મિલને ઓર્ડર આપવા સિક્યુરિટી ફાઈબરનો વિકલ્પ દુર કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ થયાં છે. આ મુદ્દે પાઠ્યપુસ્તક મંડળ અને સરકારમાં લેખીત રજૂઆતો પણ થઈ છે. આ રજૂઆતોમાં મિલો દ્વારા રૂ.૯૦ના ભાવે કાગળ આપવાની પણ તૈયારી દર્શાવાઈ હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.