Western Times News

Gujarati News

લગ્નમાં નજીવી બાબતે ઝઘડો થતાં યુવાને વરરાજાના કાકાને ખંજર માર્યુ

ખંજરના ઘા ઝીંકી આધેડની હત્યા કરનાર યુવાન ઝડપાયો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કાલોલ તાલુકાના ખોબલા જેવડા રતનપુર ગામમાં રહેતાં હિંમતભાઈ ભયજીભાઈ ગોહિલના પુત્ર મહેશના લગ્ન ૩ એપ્રિલના રોજ રાખવામાં આવ્યા હતા. રતનપુરના મહેશના લગ્નની ઢોલ શરણાઇઓ માંડવે વાગતા પરિવારમાં લગ્ન પ્રસંગ ની ખુશીઓ છવાઈ ગઈ હતી. A young man who stabbed a man to death was caught

સવારથી જ ઘર આંગણે ઢોલ શરણાઈ સાથે મહેશના લગ્નની ખુશી સાથે એક પછી એક લગ્નની રીત રસમ પૂર્ણ કરી સાંજે વરરાજા મહેશને તૈયાર કરી વરઘોડે બેસાડી ડીજેના તાલે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. વરઘોડિયાઓ ડીજેના તાલે નાચી ઉઠ્‌યા હતા.

વાજતે ગાજતે વરઘોડો શિવજીના મંદિરે પહોંચ્યો કે વરરાજાના ઘર સામે રહેતાં પૃથ્વી પરમાર નામના યુવાન સ્પ્રાઇટની બોટલ લઈ આવી વરઘોડામાં નાચતા લોકો પર ઉડાડવા લાગ્યો હતો. વરરાજાના કૌટુંબી કાકા દશરથભાઈ ગોહિલ પૃથ્વીને સ્પ્રાઇટ ઉડાવતા રોક્યો.

જેના કારણે પૃથ્વી અને વરરાજાના કાકા વચ્ચે બોલા ચાલી થઈ અને પૃથ્વી બોલાચાલી કરી ઘરે જતો રહ્યો.અંદાજીત રાત્રી ના અગિયાર વાગ્યાંના સમયે ગામમાં વરઘોડો ફરી ઘરે પરત ફરતા માંડવે આવેલ વરરાજા ઘોડા પરથી ઉતરી ઘરમા પ્રવેશ કરતાં થોડી જ વારમાં વરરાજાના કૌટુંબ કાકા દશરથભાઈ ગોહિલ અને તેમના પુત્ર અને સગા સ્નેહીયો ઘર આંગણે બાંધેલ માંડવા નીચે ઉભા હતાં.

પરંતુ તોફાને ચડેલા યુવાન પૃથ્વી પરમારનો ભાઈ મહેશકુમાર ભલસિંગ ઊર્ફે ભયલાલભાઇ પરમાર પોતાના ભાઈ પૃથ્વીને લગ્નમાં સ્પ્રાઇટ ઉડાવતા રોકવાની બાબતે ઠપકો આપી બોલાચાલી નોબદલો લેવાના ભાવે ધીંગાણું ખેલવા ફિલ્મી ઢબે હાથમાં લોખંડનું ખંજર લઈ આવી માંડવા નીચે ઉભેલા દશરથભાઈ માનાભાઇ ગોહીલ ઉ.વ ૪૫ નાં પેટમાં મારી દેતાં દશરથભાઈ ગોહિલ નાં પેટના અંતરડા પણ બહાર લાવી દેતાં

લોહીલુહાણ દશરથભાઈ જમીન પર ઢળી પડ્યા. જ્યારે આટલું કરતાં સંતોષના પામતા ખૂની મહેશ કહેવા લાગ્યો કે મારાં ભાઈ પૃથ્વી સાથે બોલાચાલી કરી એટલે તને મારી નાખવા ખંજર માર્યું છે. તેવું કહી દોડી સામે આવેલા તેના ઘર તરફ દોડી જતો રહ્યો હતો.

લગ્ન માંડવે નજીવી બાબતે ખેલાયેલા ધીંગાણામાં વરરાજાના કૌટુંબીક કાકા દશરથભાઈ ગોહિલ ખૂની નાં ખંજર થી ધવાતા લોહીલોહાણ પડેલા જાેઈ તાત્કાલિક તેમના પુત્ર અને સગા સ્નેહી દ્વારા પ્રાઇવેટ વાહન ઇકો માં સુવડાવી સારવાર માટે કાલોલ સરકારી દવાખાને લઈ નીકળ્યા હતા.

પરિવારના સભ્યો દ્વારા સારવાર અર્થે લઈ જવા માટે બોલાવેલ ૧૦૮ રસ્તામાં મળતા ઇજાગ્રસ્તને ૧૦૮ માં સુવાડી ઇકો પરત મોકલી ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કાલોલ રેફરલ હોસ્પિટલ ના તબીબ દ્વારા ઇજાગ્રસ્ત ને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામેલ જાહેર કરેલ જેથી લગ્ન પ્રસંગની ખુશી માતમમાં છવાઈ ગઈ હતી.

મૃતક ના પુત્ર જયેશ ગોહિલ અને પરિવારજનોએ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બનાવવાની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. કાલોલ પોલીસે સદર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારા મહેશ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી વધુ તપાસ પીએસઆઈ જે. ડી.તરાલે હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.