Western Times News

Gujarati News

ધરમપુર ચોકડી પાસે કારમાંથી ૧૦૦ કિલો ગાંજા સાથે બે શખ્સોની અટકાયત

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ચણવઈ બ્રિજ પાસે એક બાતમી વાળી કારને અટકાવવાનો ઈશારો કરતા કારચાલકે પોલીસની નાકાબંધી તોડી સુરત તરફ કારને હંકારી લઈ ગયો હતો. Two persons arrested with 100 kg ganja from a car near Dharampur Chowkdi

વલસાડ રૂરલ પોલીસે ફિલ્મીઢબે બાતમીવાળી કારનો પીછો કરીને ધરમપુર ચોકડી પાસે સુરત તરફ જતી એક કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી અંદાજે ૧૦૦ કિલોથી વધુનો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડ્યો.

કારમાંથી ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ઓડિશાથી એક કાર નંબર ઇત્ન-૦૬-ઝ્રઈ-૭૯૩૪માં વિપુલ પ્રમાણમાં ગાંજાેનો જથ્થો લઈને કાર ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે ચણવઈ બ્રિજ પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન બાતમીવાળી કાર આવતા પોલીસે બાતમીવાળી કારને અટકાવવાનો ઈશારો કર્યો હતો. પોલીસની નાકાબંધી જાેઈને બાતમીવાળી કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને સુરત તરફ હંકારી મૂકી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે ફિલ્મી ઢબે બાતમીવાળી કારનો પીછો કર્યો હતો.

ધરમપુર ચોકડી પાસે વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીવાળી કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનામાંથી અંદાજે ૧૦૦ કિલો ગાંજાનો જથ્થો રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે ૧૦૦ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીઓને વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.