Western Times News

Gujarati News

કઠલાલઃ 405 કિલો ગાજા સાથે પકડાયેલાને કપડવંજ કોર્ટે ૧૪ વર્ષની સજા ફટકારી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)નડિયાદ, કઠલાલ તાલુકા ના મીરજાપુર નજીકથી પસાર થતા અમદાવાદ ઈન્દોર હાઇવે પર થી પોલીસે ત્રણ વર્ષ અગાઉ બાતમીના આધારે ટ્રક ને રોકી આ ટ્રકમાંથી ૪૦૫ કિલો ગાંજાે પકડી પાડ્યો હતો અને આ કેસમાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી આ કેસ કપડવંજ શેશન કોર્ટમાં ચાલી જતા. કોર્ટે આરોપી ને ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. Kathlal: Caught with 405 kg gaja, Kapdwanj court sentenced to 14 years

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં નશીલા દ્રવ્યોની હેરાફેરી નાથવા માટે પોલીસ સક્રિય હતી દરમિયાન પોલીસને એવી બાતમી મળી હતી કે અમદાવાદ ઈન્દોર હાઇવે પરથી મોટા જથ્થામાં ગાજાનો જથ્થો એક ટ્રકમાં પસાર થઈ રહ્યો છે જેથી પોલીસે તા ૯/૮/૨૦ ના રોજ કઠલાલ તાલુકાના મિર્ઝાપુર નજીક વોચ ગોઠવી હતી

આ વોચમાં એક ટ્રક નંબરટ્રક નંબર – યુ.પી.૮૩.સી.ટી.૧૫૩૮ આવતા પોલીસે તેને રોકી હતી જેથી મિર્ઝાપુર ગામ નજીક મહાકાળી હોટલ સામે રોડની સાઈડમાં ઉભી રહેલ આ ટ્રકમાંથી તનવીરહુસૈન ઉર્ફે કાલુ તકસીરહુસેન અલવી , રહે. પો.અવાગઢ, તા.જસરાણા, જી.ફીરોજાબાદ,ઉત્તરપ્રદેશ ને પકડી પાડ્યો હતો અને ટ્રકની તલાસી લેતા તેમાંથી ૪૦૫ કિલો ગાંજાે ( કી રૂ ૪૦.૫૦ લાખ ) મળી આવ્યો હતો

આ બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ (સી), ર૦(બી), ૨૦ મુજબનો ગુનો દાખલ થયેલ હતો પકડાયેલા આરોપીની તપાસમાં વધુ બે નામ ખુલ્યા હતા . જેથી પોલીસે કુલ ત્રણ આરોપીઓ તનવીર, કુશ ઉર્ફે શંકર ઉર્ફે સતોષ હરીભૃપાન તથા સંતોષ ઉર્ફે સતીષ દારામ રામસુંદર યાદવ ની પણ સામે ગુનો દાખલ કર્યો હતો

પોલીસે આ તમામ આરોપીઓને પકડી તપાસ કર્યા બાદ ચાર્જ સીટ કોર્ટમાં રજૂ કરી હતીઆ કેસ કપડવંજ સેશન કોર્ટમાં ચાલી ગયો હતો કપડવંજના સેસન્સ જજ વી.પી.અગ્રવાલ ની કોર્ટમાં સરકારી વકીલ મિનેશ આર.પટેલ એ દલીલોને તેમજ કુલ ૧૨ સાહેદોના પુરાવા અને કુલ ૮૨ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા

તે ધ્યાને લઈ ગુનાનું વધતુ જતુ પ્રમાદા અટકાવવાની ન્યાયપાલીકાની પવિત્ર ફરજ બનતી હોય અને સમાજમાં ગુના ઓછા બને તે ધ્યાને લઈ આરોપી તનવીર હુસેન ઉર્ફે કાલુ તીરહુસેન અલવીસ ને એન ડી પી એસ એકટની લમ (સી),મુજબના તકસીરવાન ઠરાવી ૧૪ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧,૦૦,૦૦૦ – દંડ અને જાે દંડ ન ભરે તો વધુ ૦૧ વર્ષની સજાનો હુકમ કરેલ છે. જ્યારે એક આરોપીને નિર્દોશ છોડવામાં આવ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.