Western Times News

Gujarati News

ગેરકાયદે બાંધકામની સમય મર્યાદા પૂરી થયા બાદ તોડી પડાશે

A large number of illegal encroachments on government lands in the state

પ્રતિકાત્મક

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની ગેરકાયદેસર બાંધકામ સામે લાલ આંખ

અમદાવાદ, શહેરમાં રખડતાં ઢોર, રખડતાં કૂતરાં, દૂષિત પાણી, રોગચાળો અને ટ્રાફિકની સમસ્યાની સાથે ગેરકાયદે બાંધકામનો પ્રશ્ન પણ દિન-પ્રતિદિન વકરતો જાય છે. અમદાવાદમાં એક અથવા બીજા કારણસર ગેરકાયદે બાંધકામ થતાં અટકતાં નથી.

રોજેરોજ શહેરના કોઈને કોઈ વિસ્તારમાં કાયદાના નિયમોને ખિસ્સામાં મૂકી બાંધકામ કરનારાં લેભાગુ તત્ત્વોનો તોટો નથી. અમુક વખતે તો આખીને આખી સોસાયટી કે પાંચ-સાત માળનાં બિલ્ડિગ ગેરકાયદે ઊભાં થઈ જાય છે, જાેકે હવે મ્યુનિ. તંત્રની ઐસી કી તૈસી કરનારા લોકોનું આવી બનવાનું છે,

કેમ કે શહેરમાં કોઈપણ ગેરકાયદે બાંધકામ થતાં હોય તો તેને લગતી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ તાબડતોબ કરાયેલા બાંધકામને દૂર કરવાની કડક તાકીદ એસ્ટેટ વિભાગે મ્યુનિ.કમિશનર દ્વારા અપાઈ છે.

અમદાવાદમાં ઠેકઠેકાણે નિયમ વિરુદ્ધનાં બાંધકામ જાેવા મળશે. કોઈ ને કોઈ પ્રકારની સાંઠગાંઠથી હયાત બાંધકામને વધારવાની પણ કોશિશ કરનારા શહેરીજનો છે. તે વખતે તંત્ર સમક્ષ કાયદેસર પ્લાન મંજૂર કરાવવામાં આવતા નથી. અમુક વિસ્તારમાં તો પાણી અને ગટરની લાઈન પર બાંધકામ થઇ ચૂક્યાં હોવાનું જાણવા મળ્યું છે.

અંગત લાભ માટે વધારાના રૂમ કે માળ ખેંચનારા કે પછી રસોડું, સંડાસ-બાથરૂમમાં માટા પ્રમાણમાં ફેરફાર કરનારા કે ઘર બહાર ઓટલો કે વરંડો ઊભા કરનારાઓ પોતાના ગેરકાયદે બાંધકામ માટે ઈમ્પેક્ટ ફી યોજનાનો પણ લાભ લેતા નથી.

ગેરકાયદે બાંધકામના મામલે આખીને આખી સોસાયટી કે એપાર્ટમેન્ટ ચણી લેવાના કિસ્સામાં વધતા જાય છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવા સંજાેગોમાં ગેરકાયદે બિલ્ડિંગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મોટાપાયે ઓપરેશન ડિમોલિશન પણ હાથ ધરાય છે. ઉપરાંત તંત્ર જાહેર નોટિસ ફટકારીને ગેરકાયદે બિલ્ડિંગ અંગે લોકોને ચેતવણી પણ મશીન અને ગેસ ગટરથી નોન-યુઝ કરવાની દિશામાં પણ સત્તાવાળાઓ કામગીરી કરતા આવ્યા છે.

જાેકે ગેરકાયદે બાંધકામોની સમસ્યા ગંભીર થતી જતી હોઈ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન લાલચોળ થયા છે. તાજેતરમાં મળેલી ઉચ્ચ અધિકારીઓ સાથેની અઠવાડિક બેઠકમાં કમિશનર એમ.થેન્નારસે જે તે ઝોનમાં ગેરકાયદે બાંધકામ સામે ચાલતા ઓપરેશન ડિમોલિશનની વિગતવાર માહિતી મેળવી હતી. રોજેરોજ હાથ ધરાતા ઓપરેશન ડિમોલિશનની ગતિને તેજ કરવાની તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ખાસ તો મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને ગેરકાયદે બાંધકામની પ્રવૃત્તિ પર કડક અંકુશ મૂકવા માટે થઇને આવા બાંધકામને થતાં અટકાવવા માટે નિયમાનુસાર હાથ ધરાતી નોટિસ વગેરેની પ્રક્રિયા હેઠળ જે તે ગેરકાયદે બાંધકામ કરનારને નિશ્ચિત સમયગાળો અપાય છે.

તે સમયગાળા બાદ પણ જાે ગેરકાયદે બાંધકામ કરતાં હોઈ કાર્યવાહી ના કરે તો તેવાં બાંધકામને તત્કાળ દૂર કરવાની કામગીરી પર તેમણે ભાર મૂક્યો હતો. બીજા અર્થમાં હવે ગેરકાયદે બાંધકામને જે તે લેભાગુ તત્ત્વોએ તંત્રની નોટિસ મળ્યા બાદ નિશ્ચિત સમયગાળામાં તેને જાતે ઊભા રહીને દૂર કરવું પડશે.

જાે તેમ કરવામાં ઢીલ કરાશે તો તંત્ર તાબડતોબ જેસીબી મશીન, દબાણ ગાડી, બ્રેકર મશીન, ગેસ કટર વગેરે લઈને ગેરકાયદે બાંધકામ પર હલ્લો બોલાવશે. આવા બાંધકામને લગાવેલાં સીલ પણ તોડવાની હિંમત કોઈ નહીં કરી શકે.

ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ગુડા-૨૦૨૨ની પણ ચર્ચા થઇ હતી, જેમાં આ એક્ટ હેઠવ નામંજૂર થયેલી અરજીઓનો પણ ઉલ્લેખ કરાયો હતો. તંત્ર દ્વારા આવી અરજીઓ જાે નામંજૂર થાય તો તેને પણ તોડવાની કામગીરી તત્કાળ હાથ ધરવાની તાકીદ મ્યુનિ.કમિશનર દ્વારા કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.