Western Times News

Gujarati News

અતીક અહેમદના પુત્ર અસદનું ઝાંસી નજીક એન્કાઉન્ટર: સાથે રહેલો શૂટર ગુલામ પણ ઠાર

પ્રયાગરાજ, ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે. STF એ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા છે. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ જ તે ફરાર થઈ ગયો હતો. એસટીએફ તેમને સતત શોધી રહી હતી અને ઝાંસીમાં તેમનું લોકેશન મળ્યા બાદ પોલીસે તેમને ઠાર કર્યા.

એન્કાઉન્ટરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પ્રયાગરાજ કોર્ટમાં અતીક અહેમદના રિમાન્ડ પર સુનાવણી ચાલી રહી હતી. અતીક અહેમદને મંગળવારે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે બંનેની પૂછપરછ કરવાની છે. આ માટે 200 પ્રશ્નોની યાદી તૈયાર કરાઈ છે.

ઉમેશ પાલ હત્યામાં અસદનું નામ અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ શાયસ્તાએ અતીક અહેમદ સામે નારાજગી વ્યક્ત કરી હતી. રડતાં રડતાં કહ્યું કે અસદ હજુ બાળક છે. તેને આ મામલામાં લાવવો જોઈતો ન હતો. આ સાંભળીને માફિયા ડોન અતીક અહેમદ ગુસ્સે થઈ ગયો. ફોન પર તેને ઠપકો આપતા તેણે શાઇસ્તા પરવીનને કહ્યું હતું કે, ‘અસદ સિંહનો પુત્ર છે. તેમણે સિંહો જેવું કામ કર્યું છે. તેમના કારણે આજે હું 18 વર્ષ પછી શાંતિથી સૂઈ શક્યો છું. ઉમેશને કારણે મારી ઊંઘ ઊડી ગઈ હતી. હવે બિનજરૂરી વાતો કરીને મારો મૂડ બગાડશો નહીં. બધું મેનેજ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.