Western Times News

Gujarati News

શહેરની આગવી ઓળખ અટલ બ્રિજમાં હવે કાચ પર ચાલવાની મજા નહીં માણી શકો

અમદાવાદ, સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજ હવે શહેરની આગવી ઓળખ બની ગયું છે. ત્યારે આ બ્રિજના કાંચ પરથી તમે ચાલી નહીં શકો. થોડા સમય પહેલા આ બ્રિજ પરના કાંચ પર તિરાડ પડી ગઇ હતી. ત્યારે હવે રિવરફ્રન્ટ તંત્ર દ્વારા કાંચને બદલીને તેની આસપાસ લોખંડની ગ્રીલ બનાવી દેવામાં આવી છે. Atal Bridge is a prominent feature of the city

હવે અટલ બ્રિજની મુલાકાતે જતા પ્રવાસીઓ કાંચના બ્રિજ પરથી ચાલવાની મઝા નહીં માણી શકે. બ્રિજની ઉપર અલગ અલગ ૮ જગ્યાએ કાચ લગાવાયા છે તેની આસપાસ સ્ટીલની ગ્રીલ બનાવી દેવામાં આવી છે. સાબરમતી નદી ઉપર ૮૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજ ઉપર વિવિધ સ્થળ પર કાંચ લગાવવામા આવેલા હતા. આ કાંચ પૈકી એક સ્થળે લગાવેલા કાંચમા પાંચ એપ્રિલના રોજ તિરાડ પડતા મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.

૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. કાચ આસપાસ ગ્રીલ લગાવવા પહેલા તંત્ર દ્વારા જે કાચમાં તિરાડ પડી હતી એ કાચ બદલવામા આવ્યો હતો. અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર અલગ અલગ આઠ સ્થળે છ ફૂટ બાય પાંચ ફૂટના ગ્લાસ લગાવવામા આવેલા છે. આ કાચ એટલે પાંચ લેયરના ટફન ગ્લાસ છે. આ પ્રકારના કાચને મહત્તમ તાપમાને તૈયાર કરવામા આવે છે. એક કાચની કીંમત અંદાજે ૭૦થી ૮૦ હજાર હોય છે.

દાવો એ પણ છે કે, આ પ્રકારનો ગ્લાસ એક હજારથી પંદરસો કિલો વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. પહેલા આ ગ્લાસ પર ચાલવાની મઝા માણી શકાતુ હતુ. અમદાવાદની સાબરમતી નદી પર આવેલો છે આ અટલ બ્રિજ. અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કાંઠાને જાેડતો બ્રિજ નથી પરંતુ તે ડિઝાઇન અને નવીનતામાં પણ અભૂતપૂર્વ છે. ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવની ડિઝાઇનમાં પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, રૂપિયા ૭૪ કરોડના ખર્ચે બનેલો ‘એન્જિનિયરિંગ અજાયબી’ સમાન આ ફુટ ઓવર બ્રીજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.