Western Times News

Gujarati News

અભિનેતા પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષની ઘણા સમયથી રાહ જાેવાઈ રહ્યા છે. થોડા મહિના પહેલા જ્યારે ટીઝર લોન્ચ થયું ત્યારે VFXના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આખરે હવે આ ફિલ્મનું ટ્રેલર આજે (૯ મે ૨૦૨૩) રિલીઝ કરી દેવાયું છે. જેમાં પ્રભાસ ભગવાન શ્રીરામ, ક્રિતિ સેનન સીતા માતા, સની સિંહ લક્ષ્મણ અને સૈફ અલી ખાન લંકેશના રોલમાં છે. હૈદરાબાદમાં ટ્રેલર લોન્ચ માટે ગ્રાન્ડ ઈવેન્ટ યોજાઈ હતી, જેમાં આખી કાસ્ટ હાજર રહી હતી. Actor Prabhas’ movie Adipurush trailer released

સાથે જ ફેન્સ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ થયું. આ પાછળનું કારણ, એક દિવસ પહેલા જ ટ્રેલર સોશિયલ મીડિયા પર લીક થયું હતું. પરંતુ હવે તેને ઓફિશિયલ તરીકે યૂટ્યૂબ પર રિલીઝ કરાયું છે. આદિપુરુષના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું કે, ફિલ્મની કહાણી રામાયણ પર આધારિત છે. ભગવાન રામનું વનવાસ જવું, સીતાથી અલગ થવું, હનુમાનજીનું સીતા માતાને શોધવું અને સૌથી છેલ્લે લંકેશની ડરામણી ઝલક. જાે VFXની વાત કરીએ તો થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

કેટલાક એવા સીન છે જે જાેઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. કેટલાક અન્ય ફેરફાર કરવામાં આવ્યા છે, જેમ કે સીતાની માંગમાં સિંદૂર છે, બધાના કપડા પણ પહેલા કરતાં ઘણા અલગ છે. આ ફેરફાર એટલે કરાયો છે કારણ કે જ્યારે ફિલ્મનું ટીઝર આવ્યું ત્યારે લોકોએ તેના ફહ્લઠને ખરાબ ક્વોલિટીના કહ્યા હતા.

કેટલાક લોકોએ રામથી લઈને સીતા માતાના કપડા પર વાંધો ઉઠાવ્યો હતો. હવે જરૂરી કરીને આખરે ટ્રેલર રિલીઝ કરાયું છે.’આદિપુરુષ’ના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું કે, ફિલ્મની કહાણી રામાયણ પર આધારિત છે. ભગવાન રામનું વનવાસ જવું, સીતાથી અલગ થવું, હનુમાનજીનું સીતા માતાને શોધવું અને સૌથી છેલ્લે લંકેશની ડરામણી ઝલક. જાે ફહ્લઠની વાત કરીએ તો થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલાક એવા સીન છે જે જાેઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે.

કેટલાક અન્ય ફેરફાર કરવામાં આવ્યા છે, જેમ કે સીતાની માંગમાં સિંદૂર થે, બધાના કપડા પણ પહેલા કરતાં ઘણા અલગ છે. આ ફેરફાર એટલે કરાયો છે કારણ કે જ્યારે ફિલ્મનું ટીઝર આવ્યું ત્યારે લોકોએ તેના VFXને ખરાબ ક્વોલિટીના કહ્યા હતા. કેટલાક લોકોએ રામથી લઈને સીતા માતાના કપડા પર વાંધો ઉઠાવ્યો હતો. હવે જરૂરી કરીને આખરે ટ્રેલર રિલીઝ કરાયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.