Western Times News

Gujarati News

ઘણા લોકોએ મને અને નીલ ભટ્ટને અલગ કરવાના પ્રયાસ કર્યા હતા: ઐશ્વર્યા શર્મા

મુંબઈ, ઐશ્વર્યા શર્માએ થોડા અઠવાડિયા પહેલા નીલ ભટ્ટ અને આયેશા સિંહ સ્ટારર ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાંથી એક્ઝિટ લીધી હતી. પોતાના પાત્ર ‘પાખી’ની નેગેટિવિટીથી કંટાળી ગઈ હોવાથી આ ર્નિણય લીધો હોવાની સ્પષ્ટતા તેણે પહેલા જ કરી દીધી હતી. તેના જવાથી સૌથી વધારે કોઈ નિરાશ થયું હોય તો તે હતો ‘વિરાટ’, જે રિયલ લાઈફમાં તેનો પતિ છે.

Aishwarya Sharma: People have tried to break my relationship with Neil Bhatt

આ સીરિયલમાં સાથે કામ કરતાં જ બંને ક્લોઝ આવ્યા હતા અને નવેમ્બર ૨૦૨૧માં લગ્ન કરી લીધા હતા. તેઓ બંને સાથે આવે તેવું ઘણા નહોતા ઈચ્છતા અને આ ચોંકાવનારો ખુલાસો એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

આરજે સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યા શર્માએ નીલ ભટ્ટ અને તેની વચ્ચે કઈ બાબત કામ કરી રહી છે તેના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તેઓ બંને હંમેશા સાથે રહે છે. ગમે તે થઈ જાય, ગમે તેવી સ્થિતિ કેમ ન હોય, ગમે એટલા લોકો ભલે કેમ પછી તેમને અલગ કરવા ઈચ્છતા હોય, પરંતુ તેઓ હંમેશા એકબીજાની પડખે ઉભા રહે છે. એક્ટ્રેસે આ સાથે કહ્યું હતું કે, ઘણા લોકોએ તેમને સેપરેટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

કારણ કે, બંને સાથે રહે તે કેટલાકને મંજૂર નહોતું. ‘હજી ઘણા એવા છે જેઓ હું અને નીલ સાથે હોઈએ એમા ખુશ નથી’, શું તેના કો-સ્ટાર્સ આમ ઈચ્છે છે તેમ પૂછતાં તેણે તરત જ કહ્યું હતું ‘ના ના, તેઓ ખૂબ સારા લોકો છે અને તેઓ મારા પરિવાર બની ગયા છે. હું જેમની વાત કરી રહી છું તેમના નામ લઈ શકું નહીં.

જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેમને સાથે આવવામાં કોઈ પ્રકારની અડચણનો સામનો કરવો પડ્યો, તો ઐશ્વર્યાએ ના પાડી હતી. તેણે ઉમેર્યું હતું કે, તેણે આ વિશે નીલ સાથે ચર્ચા કરી હતી અને ગમે તે થઈ જાય તો પણ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. બંનેએ માનસિક રીતે મજબૂત બનવાનું નક્કી કર્યું હતું. તેથી, લોકો કંઈ પણ કહે તો તેમના પર જરાય અસર ન થાય.

આ દરમિયાન એક્ટ્રેસે પ્રેગ્નેન્સીની અફવા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ગુમ હૈ કિસી કે પ્યાર મેં દરમિયાન નીલ સાથે લગ્ન થયા હોવાથી શોમાં સાથે કામ કરતાં જ તેમના બાળકો આવી જશે તેમ તેને લાગતું હતું. આ સાથે જણાવ્યું હતું કે, દોઢ મહિના પહેલા તેણે ફોર્માલિટી પૂરી કરી હતી.

આ વાત માત્ર તેને અને નીલને હતી. પાખી શોનો મુખ્ય ભાગ હતી અને તેના વગર વિરાટ તેમજ સઈનો પ્રણય ત્રિકોણ શક્ય નથી. આ સાથે તેણે પાખીના પાત્રને મૂર્ખ ગણાવ્યું હતું અને રિયલ લાઈફમાં તેના જેવું ગાંડપણ કોઈ ન કરતું હોવાનું કહ્યું હતું. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, જ્યારે તેણે શો સાઈન કર્યો ત્યારે પાત્ર પોઝિટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું. જાે કે, નીકળ્યું કંઈક અલગ જ. તેણે આ વિશેની ફરિયાદ ક્રિએટીવ ડિરેક્ટરને કરી હતી.

જેમણે તેને સમય આવતા સુધારો થશે તેવું વચન આપ્યું હતું પરંતુ તેમ થયું નહીં. એક દિવસ તે નીલ સાથે બેઠી હતી અને આ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કર્યું હતું. ઐશ્વર્યા ખૂબ જલ્દી સ્ટંટ આધારિત રિયાલિટી શો ખતરો કે ખિલાડી ૧૩માં દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.